Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodશાહરૂખ ખાનનો પુત્ર UKની લેખક સાથે કરશે લગ્ન! તસવીર સામે આવી!

શાહરૂખ ખાનનો પુત્ર UKની લેખક સાથે કરશે લગ્ન! તસવીર સામે આવી!

મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનાં સંતાનો હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલ પુત્ર આર્યન ખાન ફિલ્મ ડેબ્યુને લઈને તો ચર્ચામાં છે જ પણ બીજો એક મોટો ખુલાસાને લઈને ચર્ચામાં છે અને એ પણ એના લગ્નને કારણે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, એક વાત સામે આવી છે કે, આર્યન લંડનમાં એક છોકરીને દિલ દઈ બેઠો છે. એટલું જ નહીં પણ બંન્ને ઘણાં સમયથી એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આર્યનની આ ખાસ દોસ્તનું નામ બહાર આવ્યું નથી.

એક અખબારનાં રિપોર્ટ અનુસાર આર્યન ખાન લંડનની એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. એવામાં ખબર છે કે, આ છોકરી આર્યનની માતા ગૌરી ખાનને પણ મળી ચૂકી છે અને ગૌરી ખાનને આ બ્લોગર ખુબ પસંદ આવી છે.

ફિલ્મોથી દુર રહીને પણ ખુબ પ્રખ્યાત રહેનાર આર્યન ખાનની આ પ્રકારની ખબરો એના ચાહકોને ખુશ કરી દેતી જોવા મળે છે. આર્યન ખાનનું ફેન ફોલોઈંગ પણ પિતા શાહરૂખ ખાનની જેમ જ ખુબ મોટું છે. ત્યાર બાદ જો વાત કરીએ તો કરણ જોહર પણ આર્યનને લોન્ચ કરવા માટે રાજીનો રેડ છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page