Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightસુરત: એક ગરીબ પરીવારની 9માં ધોરણમાં ભણતી પુત્રીને અકસ્માતમાં થઈ ગંભીર ઈજાઓ

સુરત: એક ગરીબ પરીવારની 9માં ધોરણમાં ભણતી પુત્રીને અકસ્માતમાં થઈ ગંભીર ઈજાઓ

સુરત: અશોકભાઈ અરજણભાઈ કાકડિયા અને તેમના પત્ની બંને જણા અપંગ છે, તેમને સંતાનમાં ફક્ત એક દીકરી નંદીની જે 14 વર્ષની છે. હાલ ધોરણ 9માં અભ્યાસ કરે છે. અપંગ હોવાના કારણે ઘરની કમાણીમાં ખાસ કાંઈ છે નહીં.

દોઢેક મહિના પહેલા નંદીની ટ્યુશનથી રિટર્ન આવતી હતી એ સમયે એક અકસ્માતમાં એને માથાના ભાગે તેમજ ફેફસામાં અતિ-ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાતાં સ્મીમેર હોસ્પિટલવાળાઓએ બીજે લઈ જવાનું કહેતા નંદીનીને સુરત કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું ઓપરેશન-દવા વગેરેમાં આશરે ચાર લાખનો ખર્ચ થયો હતો જેથી વ્યાજે પૈસા લાવી અશોકભાઈએ પૈસા ભર્યા હતાં.

વધુ પૈસાની સગવડ ન હોવાથી નંદીનીને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેની તબિયત વધુ બગડતાં ડાયમંડ હોસ્પિટલ ચીકુવાડી ખાતે દાખલ કરવામાં આવી છે.

અપંગ માતા અને અપંગ પિતાની એકની એક દીકરી દોઢ મહિનાથી પથારીવશ છે. અશોકભાઈને વ્યવસ્થિત આવકનું કોઈ સાધન નથી અને અપંગ પરિવારનો એકમાત્ર સહારો નંદીની હાલ જીવનમરણ વચ્ચે ગંભીર હાલતમાં છે.

મારા એક ઉદ્યોગપતિ મિત્રને વાત કરતા તાત્કાલિક 11,000 રૂપિયા રોકડાની સહાય કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રનો જાહેર આભાર માનું છું.

હું પોતે હોસ્પિટલ જઈને રૂબરૂ મળ્યો છું, એકની એક દીકરીને બચાવવા માટે અપંગ બાપની લાચારી જોઈને આપણું હ્રદય રડી પડે એટલું દુઃખ થાય. પિતા અશોકભાઈ અને માતા રસીલાબેનની વિનંતી એવી છે કે એમની એકની એક દીકરી બચી જાય. આ વીડિયો ગોપાલ ઈટાલિયા સાહેબે પોસ્ટ કર્યો છે.

અશોકભાઈ કાકડીયા
મોબાઈલ :- 9664706970
રહે :- 34, સરદારનગર સોસાયટી,
કોસાડ ગામ પાસે, અમરોલી, સુરત.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page