Monday, April 15, 2024
Google search engine
HomeNationalલોકોને અકસ્માતથી બચાવવા માટે પોલીસની આવી કામગીરી જોઈને તમને પોતાની જાત પર...

લોકોને અકસ્માતથી બચાવવા માટે પોલીસની આવી કામગીરી જોઈને તમને પોતાની જાત પર આવશે શરમ!!!

બેંગાલુરુઃ ખુલ્લા ગટરના ઢાંકણાને કારણે ભારતમાં અનેક લોકોનો જીવ જાય છે. વરસાદમાં આ સમસ્યા ઘણી જ ગંભીર બની જાય છે. ઘણીવાર તો ગટરના ઢાંકણાની પણ ચોરી થઈ જતી હોય છે. જોકે, હાલમાં જ બેંગાલુરુમાં એક પોલીસ ગટરને ઢાંકતો જોવા મળ્યો હતો. આ પોલીસનું નામ ગિરીશ છે.

તસવીર વાયરલ થઈઃ
રવિવારે (7 મે)ની રાત્રે 10 વાગે ગિરીશ બેંગાલુરુના એચએસઆર લેઆઉટ સેક્ટર 3ના 18માં ચારરસ્તા પાસેથી પસાર થતાં હતાં. અહીંયા તેમણે એક ખુલ્લી ગટર જોઈ હતી. તેમણે તરત જ પોતાની જીપ અટકાવી અને બાજુમાં પડેલાં મોટા પથ્થરથી ગટરને ઢાંકી દીધી હતી. ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિએ આ તસવીર ક્લિક કરી હતી અને જે પછીથી સોશિયલ મીડિયામાં વાયરલ બની હતી.

શું કહ્યું ગિરીશે?
લોકોને આવા ખતરા પ્રત્યે જાગૃત્ત થવું પડશે. તેને લાગે છે કે સિવિલ એન્જસીની રાહ જોવા કરતાં વ્યક્તિએ જાતે જ સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ.

2007ની બેંચના કોન્સ્ટેબલઃ
શિમોગા જિલ્લાના ગિરીશ 2007ની બેંચના કોન્સ્ટેબલછે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે થોડાં સમય પહેલાં જ તેના સાથી કર્મચારીની નાનકડી દીકરીનું સળગી જવાને કારણે નિધન થયું હતું. ત્યારથી જ તે નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ જાતે જ લાવે છે. તે અન્ય પર આધાર રાખતા નથી. સાઉથ-ઈસ્ટના ડીપીસી ઈશઆ પંતે કહ્યું હતું કે ગિરીશે ગટર ખુલ્લી જોતા જ તરત એક્શન લીધી. એક જવાબદાર વ્યક્તિ તરીકે ગિરીશે કામ કર્યું છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino platform and won a significant amount, but later, my mom fell sick, and I required to withdraw some earnings from my account. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I implore for your help in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page