Monday, April 15, 2024
Google search engine
HomeGujaratબોલર ચેતન સાકરિયાની બાળપણની તસવીરો, જોઈને તમે પણ કહેશો-છોકરાએ શું સંઘર્ષ કર્યો...

બોલર ચેતન સાકરિયાની બાળપણની તસવીરો, જોઈને તમે પણ કહેશો-છોકરાએ શું સંઘર્ષ કર્યો છે

IPL 2021 Update: આજકાલ ભાવનગરનો ફાસ્ટ બોલક ચેતન સાકરિયા ચર્ચામાં છે. આઈપીએલની પહેલી મેચમાં જ ત્રણ વિકેટ ઝડપી ચેતન સાકરિયાએ દમદાર પ્રદર્શનથી બધાના દીલી જીતી લીધા છે. ભાવનગર પાસેના વરતેજ ગામમાં ગરીબ ઘરમાં જન્મેલા ચેતન સાકરિયાની જિંદગી ખૂબ સંઘર્ષથી ભરેલી છે. તમને જાણીને આંચકો લાગશે પણ આઈપીએલનો કૉન્ટ્રાક્ટ મળ્યો તેના બે મહિના પહેલાં જ ચેતનના નાનાભાઈએ આત્મહત્યા કરી લીધી હતું. જોકે એ વખતે ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટૉફીમાં રમતો હોવાથી પરિવાર 10 દિવસ સુધી આ સમાચાર તેનાથી છુપાવ્યા હતા. ત્યારે અમે તમારા માટે ચેતન સાકરિયાની નાનપણની તસવીરો લઈને આવ્યા છીએ જે આ પહેલા ક્યારે સામે આવી નથી તો તસવીરો પર એક નજર કરો….

ચેતનની આજની સફળતા પાછળ તેના પરિવારનો ખૂબ સંઘર્ષ છૂપાયેલો છે. તેની ઘરની હાલત બહુ ખરાબ હતી. એક એવો સમય હતો જ્યારે તેની પાસે રમવા માટે શૂઝ પણ નહોતા. ચેતનના પિતા ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે ત્રણ વખત એક્સિડન્ટ થતાં તેઓ પથારીમાં ઉભા થઈ શક્યા નહોતા. જેથી ઘરની જવાબદારી ચેતન અને તેના નાના ભાઈ રાહુલ પર આવી ગઈ હતી. નાનાભાઈ રાહુલે ચેતનને ક્રિકેટમાં આગળ વધારવા માટે પોતે ભણવાનું છોડીને કામ શરૂ કર્યું હતું.

ચેતનના પિતા કાનજીભાઈ પાસે ટીવી લેવાના પણ પૈસા નહોતા. ચેતનના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે તેનો દીકરો ક્રિકેટ રમે. તેમની ઈચ્છા હતી કે દીકરો ભણીને નોકરી કરે જેથી પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે. ચેતન ભણવામાં બહુ હોશિયાર હતો.

ચેતને ક્રિકેટમાં શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી. બાદમાં ટીચરની સલાહથી તેણે બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. પહેલાં હાઈસ્કૂલ પછી જિલ્લા લેવલની ક્રિકેટમાં ચેતને ડંકો વગાડ્યો હતો. બાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશનની અન્ડર 19 ટીમમાં જગ્યા મેળવી હતી. અહીં તેણે શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં 15 ફર્સ્ટ ક્લાસ, 7 લીસ્ટ-એ અને 15 ટી20 મેચ રમી છે.

આઈપીએલની 14મી સિઝનની યોજાયેલી હરાજીમાં ચેતનને લેવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી લાગી હતી. અંતે રાજસ્થાન રોયલ્સે ચેતનને 1.2 કરોડમાં ખરીદ્યો હતો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં ચેતન સાકરિયાએ આઈપીએલની પહલી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમી હતી. ડાબા હાથના બોલર ચેતન સાકરિયાએ 4 ઑવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નકોલસ પુરનનો શાનદાર કેચ પણ ઝડપ્યો હતો. ભલે આ મેચ રાજસ્થાન હારી ગયું હોય, પણ ચેતન સાકરિયાએ બધાનું દીલ જીતી લીધું હતું.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટમાં બહુ રસ હોવાને કારણે તે ક્રિકેટ રમવા જતો રહેતો હતો. ઘણીવાર તો ચેતન ખોટું બોલીને ક્રિકેટ રમવા જતો રહેતો હતો. ચેતન સાકરિયાએ આઈપીએલ હરાજી બાદ સૌથી પહેલો કોલ તેમના માતા વર્ષાબેનને કર્યો હતો. તેણે કોલ પર માતાને કહ્યું હતું કે આપણે કરોડપતિ થઈ ગયા છીએ, મમ્મી તારા શુક્રવાર અને દશામાંના વ્રત ફળ્યા છે.

આ અંગે ચેતનની બહેન જીજ્ઞાસાએ જણાવ્યું હતું, ‘‘ચેતન ઑક્શનમાં સિલેક્ટ થતાં મને બધાના કોલ આવવા લાગ્યા હતા. બધા કોંગ્રેચ્યુલેશન કહેવા લાગ્યા. પછી તરત ચેતનભાઈનો કોલ આવ્યો. અને તેણે એટલું જ કહ્યું કે આપણે કરોડપિત બની ગયા. અને તે એટલો ખુશ હતો કે તેની કોઈ સીમા નહોતી. હું તો ત્યારે ક્લાસ પર હતી. ચેતનભાઈએ મને પૂછ્યું કે તે મારું ઑક્શન જોયું કે નહીં. મેં કહ્યું કે મેં નથી જોયું. પછી મેં કહ્યું કે ખુશીની વાત છે કે તું ખૂબ આગળ વધ્યો.’’

ચેતન સાકરિયાને ઘરે સૌથી પહેલી જાણ તેના કાકાના દીકરા કેવલ સાકરિયાએ કરી હતી. કેવલે જણાવ્યું હતું, ‘‘હું અને દાદા (ચેતનના પિતા) ઑક્શન જોઈ રહ્યા હતા. અને આન્ટી (ચેતનના માતા) બાજુમાં બેઠા હતા. મેં જેવું જોયું કે તરત કહ્યું કે ભાઈ 1.20 કરોડમાં ખરીદાઈ ગયો છે. આઈપીએલમાં રાજસ્થાની ટીમે લીધો છે. ’’

ચેતન સાકરિયા ક્રિકેટ રમાવાની સાથે તેના મામાની દુકાનમાં કામ પણ કરતો હતો. ચેતનના નાના મામા સુરેશભાઈ જાંબુચાએ જણાવ્યું હતું, ‘‘તે 9માં ધોરણમાં ભણતો હતો ત્યારથી અમને લાગ્યું કે તેને ક્રિકેટનો શોખ છે. તેની સ્કૂલના ટીચરે અમને જણાવ્યું કે ચેતનને ક્રિકેટ રમવા દો. અમે કહ્યું કોઈ વાંધો નહીં. આઈપીએલ ઑક્શન વખતે અમારું આખું ઘર ટીવી સામે બેસી ગયું હતું. જેવો ચેતન 1.20 કરોડમાં વેચાયો અમારા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.’’

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page