Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratમોડી રાત્રે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

મોડી રાત્રે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

અમદાવાદ: મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વતાં રાત્રે 1 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે 1થી 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અમદાવાદાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. અતિ ભારે પવનને કારણે બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

આ ઉપરાંત મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 1થી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા અને સુસવાટા ભર્યા પવનનો અવાજ સાંભળીને લોકો અડધી રાત્રે જાગી ગયા હતાં.

આ ઉપરાંત મોડી રાત્રે ગાંધીનગરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગાંધીનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે ગાંધીનગરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે મધરાતે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. બાયડ, મેઘરજ, મોડાસા સહિતના વિસ્તારોમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગે કહ્યું હતું કે, બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે બપોર બાદ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page