Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodઆજે તો જેઠાલાલ કરે છે લાખોમાં કમાણી, એક સમયે માત્ર 50 રૂપિયા...

આજે તો જેઠાલાલ કરે છે લાખોમાં કમાણી, એક સમયે માત્ર 50 રૂપિયા માટે કરતા હતા આવું કામ

મુંબઈઃ ફૅમશ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ફૅન ફૉલોઇંગ વિશે દરેક લોકો પરિચિત છે. સિરિયલના કેરેક્ટર્સ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. જેઠાલાલાનો રોલ પ્લે કરનારા દીલિપ જોષીને ફેન્સનો ખૂબ જ પ્રેમ મળે છે. દિલીપ જોષી સિરિયલની શરૂઆતથી જ છે. દિલીપ જોષીએ સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે, પણ તેમને ઓળખ તારક મહેતા કા ઉલટા ચશ્માથી મળી. આજે દિલીપ જોષીનું નામ ખૂબ જ મોટું છે, પણ એક સમય એવો હતો જ્યારે તેમની પાસે કામ નહોતું.

એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ તેમના સ્ટ્રગલના દિવસોની વાત કરી હતી. દિલીપ જોષીએ કહ્યું કે, ‘મેં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. કોઈ પણ મને રોલ આપવા માટે તૈયાર નહોતું. મને પ્રતિ રોલ 50 રૂપિયા મળતાં હતાં, પણ થિએટર કરવાનું જુનૂન હતું.’ પરંતુ મહત્વની વાત એ છે કે, જેઠાલાલના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે તે દોઢ વર્ષ સુધી બેકાર રહ્યા હતા.

‘જો બેકસ્ટેજ રોલ પણ હતો એની પણ મેં ચિંતા કરી નહીં. હું થિએટર સાથે રહેવા માગતો હતો. જનતાનું લાઇવ રિએક્શન અમૂલ્ય છે. તમારા જોક્સ પર એક સાથે 800-1000 લોકોની તાળી અને હસવું અનમોલ હોય છે.’

ઉલ્લેખનીય છે કે, દિલીપ જોષીએ વર્ષ 1989માં આવેલી સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી પોતાની એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે એક નોકરના રોલમાં જોવા મળ્યાં હતાં. જેનું નામ રામૂ હતું.

દિલીપ જોષીએ થોડાં વર્ષ પછી ફરી સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શનની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ હતી. વર્ષ 1994માં આવેલી ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’માં દિલીપ જોષીએ ભોલા પ્રસાદનો રોલ પ્લે કર્યો હતો.

આ ઉપરાંત દિલીપ જોષી ‘દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી 420’, ‘હમરાજ’ અને પ્રિયંકા ચોપરાની ‘વ્હોટ્સ યોર રાશિ’માં જોવા મળ્યાં હતાં.

જોકે, કૉમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલના રોલથી તેઓ ઘરેઘરે ઓળખીતા થયાં, આ સિરિયલે તેમને નામ અને ફેમ આપ્યું.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page