ભાજપે રાજ્યસભામાં જે મહિલા ઉમેદવારની પસંદગી કરી તે રમીલાબેન બારા વિશે જાણવા માંગો છો તે બધું

Gujarat

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજયસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે આદિવાસી નેતા અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાની પસંદગી કરી છે. એક સમયે શિક્ષિકા રહેલા રમીલાબેન બારા આદિવાસી સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે.

સાબરકાંઠા જિલ્લાના આદિવાસી નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રમીલાબેન બારાનો સમાવેશ કરાતાં સાબરકાંઠા જિલ્લા ભાજપમાં આશ્ચર્ય સાથે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. રમીલાબેન બારાની ગળથૂથીમાં રાજકારણનો અનુભવ છે. 1984માં રમીલાબેનના પિતા બેચરભાઈ બારા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડીને વિજેતા બન્યા હતાં.

રમીલાબેન વિજયનગરની એમ.એચ.હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. જીપીએસસી સીલેક્ટ થયા બાદ વર્ષ 2001માં મહેસૂલ વિભાગમાં નાયબ સચિવ તરીકે હતાં ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડી ચૂક્યાં છે.

ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેનો હવાલો પણ સંભાળ્યો છે. વર્ષ 2004માં સાબરકાંઠા લોસકભા બેઠક પર મધુસુદન મિસ્ત્રી સામે ચૂંટણી લડ્યાં હતાં જોકે તેમનો પરાજય થયો હતો. જ્યારે વિધાનસભામાં નવેમ્બર 2004માં ખેડબ્રહ્મા બેઠક પર વૈશાલી અમરસિંહ ચૌધરી સામે પેટાચૂંટણીમા વિજય બન્યા હતાં. ત્યાર બાદ 2007 અને 2017માં ખેડબ્રહ્મા બેઠક પર અસ્વિન કોટવાલ સામે પરાજય થયો હતો.

રમીલાબેનનું જૂનું ઘર વર્ષો પહેલા હતું તે જ સ્થિતિમાં આજે પણ જોવા મળી રહ્યું છે. જેમાં રમીલાબેનના નાના ભાઈ હાલ આ ઘરમાં રહે છે. ગામના લોકો આજે પણ રમીલાબેનની જૂની વાતો યાદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *