Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightમાંડ માંડ ગુજરાત પહોંચ્યું ઈઝરાયલનું જહાજ, મિસાઈલ હુમલાથી દરિયામાં જહાજ થઈ ગયું...

માંડ માંડ ગુજરાત પહોંચ્યું ઈઝરાયલનું જહાજ, મિસાઈલ હુમલાથી દરિયામાં જહાજ થઈ ગયું ધીમું ને પછી…

તાન્ઝાનિયાથી ભારત આવી રહેલા ઈઝરાયલના એક જહાજ પર અરબ સાગરમાં મિસાઈલથી હુમલો થયો હતો. એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, આ મિસાઈલને ઈરાની સેનાએ છોડી છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ શકી નથી. ગુરૂવારે થયેલા મિસાઈલ હુમલામાં જહાજને બહુ ખાસ નુકશાન પહોંચ્યું નથી.

હુમલાના કારણે નુકશાન થયેલ ઈઝરાયલી જહાજની ખાસ તસવીરો મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે. ઈઝરાયલી જહાજ ગુજરાતના મુંદ્રા બંદરગાહ પર પહોંચી ગયું છે. એવા આરોપ છે કે, આ મિસાઈલને ઈરાનની સેના તરફથી છોડવામાં આવી હતી. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ શકી નથી. મિસાઈલથી થયેલા હુમલા બાદ પણ આ જહાજને બહુ નુકશાન થયું નથી અને આ જહાજ હવે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પહોંચી ગયું છે.

ઈઝરાયલ અને ઈરાનના તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે એક ઈઝરાયલી સુરક્ષા અધિકારીનું કહેવું છે કે, અરબ સાગરમાં ઈઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, આ જહાજ ઈઝરાયલનું હતું અને તે હુમલો ઈરાને કરાવ્યો છે. જોકે સમગ્ર મામલામાં ભારતીય સુરક્ષા એજન્સીઓની પણ નજર છે.

સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, આ જહાજ તાન્ઝાનિયાથી ભારત આવી રહ્યું હતું. પરંતુ અરબ સાગરમાં થયેલા હુમલામાં જહાજને ખાસ નુકશાન પહોંચ્યું નથી અને તે જહાજ યાત્રામાં સફળતા મેળવી સીધું ગુજરાત પહોંચ્યું હતું.

ચેનલ 12 ન્યુઝના રિપોર્ટ પ્રમાણે, પોર્ટ સિટી હાએફામાં હાજર એક્સટી મેનેજમેન્ટ આ જહાજનો માલિકનો હક રાખે છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ હુમલા બાદ આ જહાજ બહુ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ ત્રણ કલાક બાદ જહાજે પોતાની સામાન્ય સ્પીડ પકડી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ગલ્ફ ઓફ ઓમાનમાં પણ આવા જ એક ઈઝરાયલી જહાજ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીની રાતે એમવી હેલિયોસ રે નામના આ જહાજ પર થયેલા હુમલાને લઈને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ ઈરાનને દોષી ઠેરવ્યું હતું. પરંતુ ઈરાનના પ્રવક્તાએ આ ઘટનાને ખારિજ કરી દીધી હતી.

બન્ને દેશોની વચ્ચે છેલ્લા ઘણાં સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ ઈઝરાયલના રક્ષામંત્રી બેની ગેટ્સે કહ્યું હતું કે, જો ઈરાને પરમાણુ હથિયારોને બનાવવાની યોજના પર કામ ચાલુ રાખ્યું તો ઈઝરાયલ તે પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરી દેશે. તેમનો દેશ પોતાના કોઈ સહયોગી દેશો વગર પણ ઈરાન પર હુમલો કરવાની તાકાત ધરાવે છે.

ઈરાને પણ ઈઝરાયલની ધમકી પર પલટવાર કરતાં જવાબ આપ્યો હતો. ઈરાનના રક્ષામંત્રી અમીર હાતમીએ તીખા તેવરમાં કહ્યું હતું કે, જો ઈઝરાયલે હુમલો કરવાનું વિચાર્યું તો તે મુખ્ય શહેરોને બરબાદ કરી દેશે. ઈરાનની પાસે આજે પણ પોતાના દેશની રક્ષા કરવા માટે પુરતા સાધનો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your thoughts soar! ✨ Don’t just explore, experience the excitement! ? Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page