વિચિત્ર શોખ પૂરો કરવા જતા પૈસાદાર નબીરાની લેમ્બોર્ગિની કાર સળગી ઉઠી, વેઠવું પડ્યું કરોડોનું નુકસાન

International

કેટલાક પૈસાદારોના શોખ પણ વિચિત્ર હોય છે. તમે ક્યારેય કોઈને લેમ્બોર્ગિની જેવી મોંઘી કારથી કબાબ પકવતા જોયા છે? પણ આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સોશ્યલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઈરલ થયો છે. જે મુજબ એક પૈસાદાર નબીરો લેમ્બોર્ગિની કારથી કબાબ પકવતો હતો. જોકે આવી હરકત કરવામાં કાર સળગી જતાં તેને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.

સોશ્યલ મીડિયામાં વાઈરલ વીડિયો મુજબ એક યુવક લેમ્બોર્ગિના કારના એગ્જોસ્ટ પાઇપ (સાયલેન્સર)ની વરાળ અને આગ પર કબાબને ગ્રીલ કરતો જોઈ શકાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ચીનના હુનાન પ્રાંતની છે. આ વીડિયો મુજબ પાર્કિંગમાં એક સાથે ઘણી લક્ઝુરિયર્સ કાર પડી હોય છે. વીડિયો જોતા એવું લાગે છે કે લક્ઝુરિયર્સ કારના રેસર્સનું કોઈ ગ્રુપ પાર્કિંગમાં પાર્ટીની મજા માણી રહ્યું છે.

વીડિયો મુજબ લાલ રંગની લેમ્બોર્ગિનીનો માલિક કાર ચાલુ કરી તેની પાછળના ભાગે એક્જોસ્ટ પાઈપ (સાયલેન્સર)ની આગથી કબાબ પકવવા લાગે છે. થોડીવાર તો તે સાયલેન્સરમાંથી નીકળતી આગમાંથી કબાબ શેકે છે.

થોડા સમય બાદ અચાનક લેમ્બોર્ગિનીમાંથી ધુમાડા નીકળવાના શરૂ થાય છે અને જોતજોતામાં કારના એન્જિનમાં આગ લાગી જાય છે .

કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ ત્યાં હાજર લોકોને કંઈ સમજમાં આવતું નથી. બાદમાં જે યુવક કબાબ પકવતો હતો તે કારના એન્જિનને દોડીને બંધી કરી દે છે. થોડીવારમાં કારમાંથી નીકળતા ધુમાડાના ગોટા ઓછા થઈ જાય છે.

ત્યાર બાદ કારમાંથી એક લાલ રંગનો પદાર્થ નીકળતો જોઈ શકાય છે. વીડિયો જોતા એવું લાગે છે કે તે કારનું એન્જિન ઓયલ છે અને જે આ ઘટનાને કારણે લીક થઈ ગયું હતું.

આમ એક નબીરાને વિચિત્ર શોખ પૂરો કરવા જતા કરોડો રૂપિયાનું નુકશાન વેઠવું પડ્તું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *