Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદનો કિસ્સો: ઝઘડો થતાં પતિએ જ પત્નીના નાક પર બચકું ભરી લીધું

અમદાવાદનો કિસ્સો: ઝઘડો થતાં પતિએ જ પત્નીના નાક પર બચકું ભરી લીધું

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ જ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ડોક્ટરે નાક પર 15 જેટલા ટાંકા લીધા હતા. પાકિટમાંથી પૈસા લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. વટવા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરા ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતા રેશમબહેન ફૂલવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે અને તેમના પતિ કૈલાસભાઈ ફૂલવાની કોઈ કામધંધો કરતા નથી. બે દિવસ પહેલાં સવારના નવ વાગ્યાની આસપાસ રેશમનાં પતિ ઘરે હાજર હતા અને તેમનાં ત્રણ બાળકો સ્કૂલ-કોલેજ ગયાં હતાં તે સમયે રેશમને પૈસાની જરૂર હોવાથી તે તેમના રૂમમાં ગઈ હતી અને તેણે તિજોરીમાંથી પાકીટ કાઢ્યું હતું પરંતુ પાકીટમાં તેણે મૂકેલા ૩૦૦૦ રૂપિયા ન હતા.

રેશમે પતિને પૂછ્યું હતું કે, મારા પાકીટમાંથી પૈસા તમે લીધાં છે, જેના જવાબમાં કૈલાસભાઇએ ના પાડી હતી. થોડી વાર બાદ રેશમ ઘરના હોલમાં હતાં ત્યારે તેમના પતિ ત્યાં આવતાં રેશમે પૈસા બાબતે પતિને ફરી પૂછ્યું કે, મારા પૈસા તમે લીધા છે, જે વાતનું પતિને ખોટું લાગતાં તેણે પત્ની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, પત્નીના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.

જોકે આટલેથી રેશમના પતિ અટક્યા ન હતા. તેણે રેશમના નાક પર એકદમ જોરદાર બચકું ભરી લેતાં તેમના નાક પરથી લોહી વહેવા લાગ્યું હતું. પતિએ રેશમેને વધુ માર મારતાં તેણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવી ગયા અને રેશમને નાક પર ઇજા થતાં એલજી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પતિએ રેશમબહેનના નાક પર એટલું જોરદાર બચકું ભર્યું હતું કે તેમને 15 ટાંકા આવ્યા હતા.હાલ રેશમબહેને તેમના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of knowledge and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page