Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઆઈજી ભારતી અરોરાને મળ્યું VRS, મુખ્યમંત્રીએ સહી કરી હવે 1 ડિસેમ્બરે થશે...

આઈજી ભારતી અરોરાને મળ્યું VRS, મુખ્યમંત્રીએ સહી કરી હવે 1 ડિસેમ્બરે થશે રિલીઝ

હરિયાણામાં અંબાલા રેન્જની મહિલા આઈજી અને આઈપીએસ અધિકારી ભારતી અરોરાને સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ VRS સાથે જોડાયેલી અરજીને મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેમના VRS સાથે જોડાયેલી ફાઇલ પર સાઇન કરી દીધી છે. ભારતી અરોરા હવે એક ડિસેમ્બરે બપોરે રિલિવ થઈ જશે. તેમણે રિટાયરમેન્ટ પહેલાં VRS લીધી છે.

ભારતી અરોરાએ આ વર્ષે જુલાઈ 2021માં VRS માટે અરજી કરી હતી. જેને ગૃહમંત્રી અનિલ વિજ અને પોલીસના અધિકારીઓએ મંજૂર કરી નહોતી. આ પછી ભારતી અરોરાએ નવેમ્બર મહિનામાં VRS માટે બીજીવાર અરજી કરી હતી. જેને ગૃહમંત્રી અનિલ વિજે મંજૂરી આપીને ફાઇલ મુખ્યમંત્રી પાસે મોકલી દીધી હતી. ગૃહમંત્રાલય અને પોલીસ અધિકારીની મંજૂરી પછી મુખ્યમંત્રીએ પણ ફાઈલ પર સહી કરી દીધી છે. મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા પછી ભારતી અરોરાએ કહ્યું કે, તેમની બાકીની જિંદગી કૃષ્ણ ભક્તિમાં જીવશે.

ભારતી અરોરા વર્ષ 1998ની બેચની IPS ઓફિસર છે. 23 વર્ષની ઉંમરમાં પોલીસ સર્વિસમાં તે હરિયાણાના ઘણાં જિલ્લામાં SP ઉપરાંત કરનાલ રેન્જની આઈજી રહી ચૂકી છે અને તે અત્યારે અંબાલાની રેન્જ આઈજી છે. તેમનું રિટાયરમેન્ટ વર્ષ 2031માં થવાનું છે પણ તેમને 10 વર્ષ પહેલાં VRS લઈ લીધું છે. ભારતી અરોરાના લગ્ન હરિયાણા કેડરના IPS અધિકારી વિકાસ અરોરા સાથે થયા છે. વિકાસ અરોરા અત્યારે ફરીદાબાદના પોલીસ કમિશનર છે. ભારતી અરોરા રાઈ સ્પોર્ટ્સ સ્કૂલના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે. જ્યાં તેમણે ઘણાં સારા કામ કર્યા છે.

ભારતી અરોરા વર્ષ 2004થી વૃંદાવન જઈ રહી છે. 24 જુલાઈએ VRS માટે પંજાબના ડીજીપીને મોકલેલા પત્રમાં ભારતી અરોરાએ લખ્યું કે, પોલીસ સેવા તેમના માટે ગર્વ અને જનૂની રહી છે. હવે તે જિંદગી ધાર્મિક રીતે જીવવા માગે છે. તે ચૈતન્ય મહાપ્રભુ, કબીરદાસ અને મીરાબાઈની જેમ પ્રભુ શ્રીકૃષ્ણની સાધના કરવા માગે છે.

વર્ષ 2012-13માં ભારતી અરોરાનું રેવાડી જિલ્લામાં પોસ્ટિંગ હતું. તે સમયે તે વિસ્તારમાં ગૌ-તસ્કરી થતી હતી. ત્યારે ભારતી અરોરાએ ગૌ-તસ્કરોને પકડ્યા હતાં. ગૌ-તસ્કરી ઓછી થયા પછી તેમણે રેવાડીમાં પંચાયત પાસેથી જમીન અપાવીને શ્રીમોહન ગોપાલ ગૌશાળાનું નિર્માણ કરાવ્યું હતું. આ ગૌશાળામાં આજે પણ મોટી સંખ્યામાં ગાય છે.

ભારતી અરોરાએ વર્ષ 2020માં કબૂતરબાજોને પકડ્યા હતાં. ગૃહમંત્રી અનિલ વિજના આદેશ પર ભારતી અરોરાની આગેવાનીમાં તેમના માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઈટીમાં 452 કબૂતરબાજોને પકડ્યા પછી ગૃહ વિભાગે ભારતી અરોરાને સન્માનિત કર્યા હતાં.

બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે પણ VRS લઈને કૃષ્ણ-ભક્તિમાં લીન થઈ ગયા છે. ફેબ્રુઆરી-2021માં પોતાના રિટાયરમેન્ટના 5 મહિના પહેલાં ગુપ્તેશ્વર પાંડેએ સપ્ટેમ્બર 2020માં નોકરી છોડી દીધઈ હતી. વૃંદાવન પહોંચ્યા અને ભાગવત સંદેશ આપવા લાગ્યા હતાં. આજકાલ તે કથાકાર છે. પાંડે 1987 બેચના આઈપીએસ ઓફિસર છે સંયુક્ત બિહારના ઘણાં જિલ્લામાં એસપી અને રેન્જ ડીઆઈજી ઉપરાંત મુઝફ્ફરપુરના જોનલ આઈજી પણ રહી ચૂક્યા છે. કેએશ દ્રિવેદીના રિટાયરમેન્ટ પછી ફેબ્રુઆરી 2019માં તે બિહારના ડીજીપી બન્યા હતાં.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I engaged on this gambling website and won a substantial amount, but later, my mom fell ill, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother died due to such casino site. I request for your assistance in lodging a complaint against this site. Please assist me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the excitement! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page