Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightજામનગર: ભારે વરસાદને કારણે ધ્રોલના લતીપુર ગામમાં ઘોડાપુર આવ્યું

જામનગર: ભારે વરસાદને કારણે ધ્રોલના લતીપુર ગામમાં ઘોડાપુર આવ્યું

જામનગર: જામનગર જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના કારણે ધ્રોલ પાસેનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું તેવી તસવીરો સામે આવી છે. લતીપુર ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી દર વર્ષે ત્યાં પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે ત્યારે સોમવારે રાતથી વરસેલા ભારે વરસાદના પગલે લતીપુરમાંથી ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. ધ્રોલ પંથકમાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસતા લતીપુર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.

લતીપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. સૌરાષ્ટ્રમાં સોમવારથી જ મેઘમહેર થઈ રહી છે. રાજકોટમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાત્રીના વરસેલા વરસાદના પગલે અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરોમાં 4 ફૂટ સુધીના પાણી ભરાયા હતા.

ભારે વરસાદના પગલે ધ્રોલનું લતીપુર ગામ સંપર્ક વિહોણું થયું છે. હાલમાં તંત્ર કે કોઈ પણ ટીમ સ્થાનિક વિસ્તારમાં પહોંચ્યું નથી. વરસાદના પગલે અનેક ઠેકાણે ડેમ અને ચેકડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ શ્રીકાર વરસાદ સાબીત થઈ રહ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. ગઈકાલે બનાસકાંઠાના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this gambling website and won a significant cash, but eventually, my mother fell ill, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I request for your help in bringing attention to this site. Please assist me in seeking justice, so that others do not face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page