Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat85 વર્ષના રૂપાલીબા બન્યા સરપંચ, આ રીતે કરે છે ગામના કામ, તસવીરો...

85 વર્ષના રૂપાલીબા બન્યા સરપંચ, આ રીતે કરે છે ગામના કામ, તસવીરો જોઈને નહીં થાય વિશ્વાસ

ગુજરાતમાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થઈ. જેમાં આ વખતે યુવાઓ ખૂબ રસ લીધો હતો. અનેક ગામોમાં યુવાનો સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જોકે ગુજરાતમાં એક ગ્રામ પંચાયત એવી છે જેના સરપંચની ઉંમર 85 વર્ષની છે. મહેસાણાના ફેમસ ચાંદણકી ગામના સરપંચ તરીકે 85 વર્ષીય રૂપાલીબા ચૂંટાઈ આવ્યા છે.

તીર્થધામ બહુચરાજીથી 3 કિમીના અંતરે આવેલા ચાંદણકી ગામમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી ન તો ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ છે, ન તો સેવા સહકારી મંડળી કે દૂધ મંડળીની. ગામલોકો સર્વસંમતિથી જ હોદ્દેદારોની વરણી કરે છે. આ વર્ષે પણ ગ્રામ પંચાયતની મુદત પૂરી થતાં ગામલોકોએ સર્વાનુમતે મહિલાઓને વહીવટ સોંપવાનો નિર્ણય કર્યો છે. સરપંચ તરીકે નિયુક્ત 85 વર્ષીય રૂપાલીબેન ચુનીલાલ પટેલ આ અગાઉ પણ સરપંચ રહી ચૂક્યાં છે.

ગામમાં છે તમામ હાઈફાઈ ફેસિલિટી
ગામમાં 100 ટકા પાકા રોડ છે અને સીસીટીવી લાગેલા છે. એટલું જ નહીં આરઓ પ્લાન્ટ વીથ વોટરકુલર પણ છે. આખું ગામ ડસ્ટ ફ્રી છે. તમામ ઘરોમાં નળનું જોડાણ છે અને 24 કલાક પાણી મળી રહે છે. એટલું જ નહીં 100 ટકા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

માત્ર સરપંચ પદે ચૂંટાયેલા રૂપાલીબા જ નહીં ગ્રામ પંચાતયના તમામ સભ્યો પણ 60 થી 85 વર્ષની ઉંમરનાં છે. રાજ્યની આ એકમાત્ર એવી ગ્રામ પંચાયત હશે કે જેનો વહીવટ સંભાળનાર તમામ વયોવૃદ્ધ મહિલાઓ છે. ‘ઘરડાં ગાડાં વાળે’ એ કહેવત મુજબ પંચાયતમાં એક મહિલા સદસ્યાને બાદ કરતાં તમામ 7 મહિલા સદસ્યા 60 થી 85 વર્ષનાં છે. જેમાં 3 તો 85 વર્ષનાં છે.

ગામનાં નવનિયુક્ત સરપંચ રૂપાલીબા કહે છે, ગામની બહાર આવેલા છાપરામાં પેવરબ્લોક, સ્ટ્રીટલાઇટની સાથે તેમના બાળકો રમી શકે તે માટે ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે અમ્યુઝમેન્ટ પાર્ક, પીવાના પાણીનો બોર અને જર્જરિત ટાંકી નવી બનાવવી, રસ્તા પહોળા અને ગામને બાવળના કાંટાથી મુક્ત બનાવવાનું આયોજન છે.

ગામ લોકો એક જ રસોડે જમે છે.
પૂનમભાઈએ જણાવ્યું હતું કે ”રતિલાલ સોમનાથ પટેલ દ્વારા 8થી 10 વર્ષ પહેલાં ગામમાં એક રસોડાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સમય જતાં સુધારા કર્યા છે. આજે દરેક વયોવૃદ્ધ લોકો પોતાને મનગમતું ભોજન અહીં જમે છે. આ કાર્યમાં અમારા ગામના બહાર રહેતા છોકરાઓનો પણ સારો સપોર્ટ છે. જે વડીલો અહીં જમવા ના આવી શકે તેમને અમે ટિફિન પણ પહોંચાડી દઈએ છીએ.”

મોટાભાગના લોકો વિદેશમાં સેટ થઈ ગયા
ચાંદણકી ગામના પૂનમભાઈએ કહ્યું હતું કે ”હું છેલ્લાં 3 વર્ષથી આ ગામમાં રહું છું. આ પહેલાં હું 20 વર્ષ ન્યૂયોર્કમાં રહ્યો હતો. જોકે સુંદર અને રળિયામણા ગામ સાથેનું એટેચમેન્ટ હવે મારાથી છૂટતું નથી. મારું અમદાવાદમાં ઘર છે છતાં ત્યાં રહેવું ગમતું નથી, એટલે હવે હું ગામમાં જ રહું છું.

ગામમાં લગભગ 1100 લોકોની વસતિ છે, જેમાંથી 300 લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે. આ સિવાયના ગામલોકો અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સહિતના અલગ-અલગ સિટીમાં રહે છે. ગામમાં હાલ 60-70 લોકો રહે છે, જે તમામ વૃદ્ધો છે.

ગામના વિકાસ માટે બહાર રહેતાં બાળકો સતત પ્રયત્નશીલ રહે છે
ચાંદણકી ગામના રતિલાલ પટેલે કહ્યું, ” અમારા ગામમાં માત્ર સિનિયર સિટિજનો રહેતા હોવા છતાં આટલો વિકાસ છે, એ અમારા બહાર રહેતાં બાળકોને લીધે છે. આજે અમારું ગામ CCTV કૅમેરાથી પણ સજ્જ છે. અમારા ગામનાં બાળકો ભલે આજે દેશ-વિદેશમાં રહેતાં હોય, પણ તેઓ આ ગામને ભૂલ્યાં નથી. તેઓ ઘણીવાર પોતાના ખર્ચે ગામમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ”

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page