Friday, April 19, 2024
Google search engine
HomeBollywood2800 કરોડની માલકિન એવી ગુજરાતની વહુ પોરબંદરમાં કરે છે ઓર્ગેનિક ખેતી

2800 કરોડની માલકિન એવી ગુજરાતની વહુ પોરબંદરમાં કરે છે ઓર્ગેનિક ખેતી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા હવે કેરેક્ટર રોલ કરવા લાગી છે. આટલું જ નહીં જૂહી ચાવલા માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ સામાજિક જાગૃત્તિ ફેલાવવાનું પણ કામ કરે છે. જૂહી ચાવલા હવે ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકી રહી છે. જૂહી ચાવલાના પતિ જય મહેતાની હોટલમાં ઓર્ગેનિક શાકભાજીમાંથી બનાવેલી વસ્તુઓ જ બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જય મહેતા ગુજરાતી છે અને મહેતા ગ્રૂપ 2800 કરોડથી વધુ સંપત્તિનું માલિક છે. જૂહી ચાવલાને દીકરી જાહન્વી તથા દીકરો અર્જુન છે.

જૂહી ચાવલા ખેડૂત છેઃ
જૂહી ચાવલાએ કહ્યું હતું કે તેના પિતા ખેડૂત હતાં અને બધુ તે જ સંભાળતા હતાં. જોકે, તેમના નિધન બાદ તેના પર જવાબદારી આવી ગઈ હતી. એક સમય હતો જ્યારે તે ખેતરના નામ માત્રથી ચિડાતી હતી. જોકે, હવે તે પાક્કી ખેડૂત બની ગઈ છે. જૂહીની જમીન મહારાષ્ટ્રના વડામાં છે. 20 એકર જમીનમાં 200 કેરીના ઝાડ, ચીકું, પપૈયું, દાડમ સહિતના ફ્રૂટ્સ છે. આટલું જ નહીં જૂહી હવે ઘરે પણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે.

આમિરના શોમાંથી મળી પ્રેરણાઃ
જૂહીએ કહ્યું હતું કે તેને આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માંથી ઓર્ગેનિક ખેતીની પ્રેરણા મળી હતી. તેણે મહારાષ્ટ્રના માંડવામાં પણ જમીન ખરીદી છે અને અહીંયા તે શાકભાજી ઉગાડે છે. આ જ ખેતરમાંથી ઉગાડેલા શાકભાજી સીધા તેના પતિ જયની બાંદ્રામાં આવેલી રેસ્ટોરન્ટ Gustosoમાં જાય છે. નોંધનીય છે કે જૂહી ચાવલા છેલ્લે વિધુ વિનોદ ચોપરાના પ્રોડક્શનની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ઘણાબાદ અનિલ કપૂર સાથે જોવા મળી હતી.

ગુજરાતમાં ઉગાડી ઓર્ગેનિક કેરીઃ
ગુજરાતમાં રાણાવાવમાં આવેલા જૂહીના ખેતરમાં પહેલાં કેમિકલનો ઉપયોગ કરીને કેરી ઉગાડવામાં આવતી હતી. જોકે, ગયા વર્ષથી જૂહીએ ઓર્ગેનિક કેરી ઉગાડવાનું શરૂ કર્યું છે. જૂહીએ કહ્યું હતું કે જો તમે એકવાર ઓર્ગેનિક ટેસ્ટ કરી લો પછી તમને કેમિકલયુક્ત ભોજન ભાવશે જ નહીં.

રાણાવાવમાં ઓર્ગેનિક ખેતી કરતી જૂહી ચાવલા
પોતાના ખેતરમાં જૂહી ચાવલા
પોતાના ખેતરમાં સેલ્ફી લેતી જૂહી ચાવલા
જૂહી ચાવલા છેલ્લાં આઠ વર્ષથી ખેતી કરી રહી છે
RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page