Friday, April 19, 2024
Google search engine
HomeGujaratવડોદરામાં લંપટ પ્રોફેસરે વાઈવા પરીક્ષામાં વિદ્યાર્થિનીઓને બિભત્સ સવાલો પૂછ્યાં

વડોદરામાં લંપટ પ્રોફેસરે વાઈવા પરીક્ષામાં વિદ્યાર્થિનીઓને બિભત્સ સવાલો પૂછ્યાં

વડોદરા: વડોદરા મેડિકલ કોલેજના ફિઝીયોથેરાપી વિભાગમાં વાઈવા પરીક્ષામાં પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ સવાલ પૂછી લેતાં કોલેજમાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિનીઓની ફરિયાદ પ્રમાણે, એસ.કે.નાગર નામના પ્રોફેસરે વાઈવા પરીક્ષામાં બિભત્સ સવાલો પૂછીને તેમના મોબાઈલ નંબર પણ માગ્યા હતાં.

બિભત્સ સવાલ પૂછનારા પ્રોફેસરનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, 16 જુલાઈના રોજ લેવામાં આવેલી વાઈવામાં પ્રોફેસર નાગરે જે ભણવામાં આવતું જ નથી તેવા સવાલો પૂછ્યા હતા. તેમણે છોકરીઓને પ્રેગનેન્સી, વર્જિનિટી જેવી બાબતો પર સવાલ પૂછ્યાં હતાં. એટલું જ નહીં લંપટ પ્રોફેસરે તારી ઉંચાઈ કોના પર ગઈ છે. તને કેવો બોયફ્રેન્ડ હોય તો ગમે તેવું પણ સવાલો પૂછ્યાં હતાં.

આ મામલે વિદ્યાર્થિનીઓએ ઈન્ચાર્જ પ્રિન્સિપાલને પણ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીઓના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસર નાગર વિદ્યાર્થીનીઓને પૂછતાં હતાં કે, તને ડ્રાઈવિંગ આવડે છે કે નહીં, ના આવડતું હોય તો હું શીખવાડું, તું સરસ દેખાય છે. તને કોઈ પ્રોબ્લેમ હોય તો મને પર્સનલી આવીને મળજે.

વડોદરામાં આ ઘટનાના કારણે હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થિનીઓ સાથે અણછાજતી હરકત કરનારા લંપટ પ્રોફેસર સામે કડક પગલાં લેવા માટેની ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page