Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightધારાસભ્યના સંબંધીના મોબાઈલમાં મળ્યા બિભત્સ વીડિયો, જોઈ પોલીસની આંખો પણ થઈ ગઈ...

ધારાસભ્યના સંબંધીના મોબાઈલમાં મળ્યા બિભત્સ વીડિયો, જોઈ પોલીસની આંખો પણ થઈ ગઈ પહોળી

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ગૈંગરેપ મામલે જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય કરણ સિંહ પટેલનો ભાણિયો રિતિક પટેલ દબંગોની સાથે-સાથે અય્યાશ પણ છે. ગુરુવારે પોલીસે તેના મોબાઇલની તપાસ કરતાં ઘણાં વીડિયો મળ્યા છે. જેમાં તે રંગરેલિયામાં ડૂબેલો જોવા મળતો હતો. રિતિક તેના સાથી સાથે જેલમાં છે. છતાં પીડિતાને તેના જીવની ચિંતા થઈ રહી છે.

ગત 24 ઓગસ્ટે ટેક્સીની રાહ જોઈ રહેલી મહિલાનું લક્ઝરી કારમાં સવાર રિતિક સિંહ પટેલ, દીપૂ સિંહ અને આકાશ તિવારીએ અપહરણ કર્યું હતું. આ ઉપરાંત તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોના આધારે તેઓ મહિલાને ધમકાવી રહ્યા હતાં. મહિલાને મોઢું બંધ રાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તમામ દબાણ વચ્ચે 30 ઓગસ્ટે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આ પછી પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને જેલ ભેગા કર્યા હતાં.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રિતિક ફતેહપુરની બિંદકી વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય કરણ સિંહ પટેલનો સગો ભાણિયો છે. આ કેસની શરૂઆતમાં રિતિકે પોલીસ પર પણ વિધાયકને તેના મામા હોવાનું કહીને દબાણ બનાવ્યું હતું.

વીડિયોમાં શું છે? : રિતિકના કેસની તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુરુવારે પોલીસ દ્વારા તેના મોબાઇલની તપાસમાં તેની અય્યાશીઓના ઘણાં વીડિયો મળ્યા છે. જેમાં એક વીડિયોમાં રિતિક સિંહ પટેલ કોઈ અજ્ઞાત સ્થાન પર ડઝન યુવકો વચ્ચે સ્ટેજ પર યુવતીઓ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તે નશામાં એટલો ડૂબેલો છે કે, ડાન્સ દરમિયાન લથડિયા ખાઈ પણ રહ્યો છે. તે ડાન્સ કરતી યુવતીની છેડતી પણ કરી રહ્યો છે.

પીડિતાને છે જીવનો ખતરો: પીડિત મહિલાને મેડિકલ ચેકઅપ માટે મોકલી દેવામાં આવી છે. પીડિતાએ જણાવ્યું કે, ”આરોપી ભલે જેલમાં હોય. પણ તેને બચાવનારા લોકોથી તેને ખતરો છે. પોલીસે સુરક્ષા બંદોબસ્ત કરવો જોઈએ.” જોકે, અત્યારસુધી તેને સુરક્ષાની માંગ પોલીસ અધિકારીઓને કરી નથી.

14 દિવસ પછી બેરેકમાં મોકલવામાં આવશે: જેલર રાકેશ સિંહે જણાવ્યું કે, ” જેલમાં દાખલ થયા પછી કેદીઓને કોવિડ નિયમો અંતર્ગત અસ્થાઇ જેલમાં રાખ્યો છે. 14 દિવસ પછી તેને બેરેકમાં મોકલવામાં આવશે.”

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page