હવે મળી ઉડતી ખિસકોલીઓ, પહેલી વારમાં તો આંખો પર વિશ્વાસ જ નહીં થાય
બેઈજિંગઃ ચીનમાં ઉડતી બે ખિસકોલીએ મળી આવી છે. આ બંને જ યુપેટોરસ સિનેરિયસ પ્રજાતિની છે. એક ખિસકોલી યુનાન શહેરમાં જોવા મળી હતી અને બીજી તિબબ્ત ઓટનોમસ પ્રદેશમાં. આ ખિસકોલીને શોધવા માટે ચીન, ઓસ્ટ્રેલિયા તથા અમેરિકન વૈજ્ઞાનિકોની ટીમ લાગેલી હતી. આ અંગેનો રિપોર્ટ ઝૂઓલૉજિકલ જર્નલ ઓફ ધ લીનિયન સોસાયટીમાં પ્રકાશિત થયો છે. બંને ખિસકોલીને ઉની કહેવામાં આવે છે. ઉનીનો અર્થ ઝબરીલી, તેમના શરીર વધુ પડતાં વાળ એટલે કે ફર છે.
ચીન, ઓસ્ટ્રેલિયા, અમેરિકન વૈજ્ઞાનિકોની ટીમે તિબ્બતના શિગાત્સે તથા યુનાન શહેરના નુઝિયાંગમાં આ ઉડતી ખિસકોલીઓને જોઈ હતી. તેમનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ બંને ખિસકોલી જે વિસ્તારમાં દેખાઈ તે મધ્ય હિમાલય તથા પૂર્વીય હિમાલયનો વિસ્તાર છે. આ પહેલાં પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ઉડતી ખિસકોલીઓને શોધવામાં આવી હતી. જોકે, તે વિસ્તાર ગંગા નદી તથા યારલંગ સાંગપો નદીથી વિભાજીત છે.
ચીનની સરકારી મીડિયા સંસ્થા ગ્લોબલ ટાઈમ્સે ગાઓલિગોંગ માઉન્ટેન નેશનલ નેચર રિઝર્વના અધિકારીઓના હવાલેથી કહ્યું હતું કે પૂર્વ તથા મધ્ય હિમાલયમાં ઉડતી ખિસકોલીના દાંત, વાળનો રંગ પશ્ચિમ હિમાલયની ખિસકોલી કરતાં તદ્દન અલગ છે. આટલું જ નહીં બંને ખિસકોલીના જીન્સમાં 45 લાખથી 1 કરોડ વર્ષનું અંતર છે. એટલે કે બંને ખિસકોલીએ અલગ અલગ પ્રજાતિઓની છે.
ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના કમિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઝૂઓલોજીના રિસર્ચર્સ લી કુઆને કહ્યું હતું કે આ ખિસકોલીઓના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે તે હિમાલયના વિકાસ તથા દક્ષિણ એશિયાની નદીઓમાં આવેલા ફેરફારની સાથે વિકસિત થઈ છે. જે બંને નવી પ્રજાતિઓની જાણ થઈ છે, તેમના નામ યુપેટોરસ તિબ્બતેનેસિસ તથા યુપેટોરસ નિવામોન્સ છે. આ બંને ખિસકોલીએ એ જગ્યાથી મળી છે, જ્યાં હંમેશાં બરફ હોય છે.
ઉડતી ખિસકોલીઓને ચીનના અનેક વિસ્તારમાં બોલચાલની ભાષામાં ફ્લાઈંગ ફોક્સ કહેવામાં આવે છે, કારણ કે ચીનના જાણીતા લેખક ફોક્સ વોલેન્ટ ઓફ ધ સ્નોઈ માઉન્ટેન પર પુસ્તક લખ્યું હતું. આથી જ તેને ફ્લાઈંક ફોક્સ કહેવામાં આવે છે. યુપેટોરસ સિનેરિયસને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કર્ન્ઝવેશન ઓફ નેચરે પોતાની રેડ યાદીમાં સામેલ કરી છે. કારણ કે વિશ્વમાં આ ખિસકોલીની સંખ્યા માત્ર 1000-3000ની વચ્ચે જ છે.
ઉડતી ખિસકોલી માત્રને માત્ર હિમાલયમાં જ છે. આ વિશ્વમાં એકમાત્ર જીવ છે, જે સ્તનધારી હોવા છતાંય હવામાં ઉડે છે. તે ભોજનમાં ઝાડના પાંદડા, નાના ફળ અને નટ્સ ખાય છે. આ ખિસકોલી દુર્લભ છે અને તેના પર ઘણું જ ઓછું રિસર્ચ થયું છે. વૈજ્ઞાનિકો માની રહ્યાં છે કે ઉડતી ખિસકોલીમાં અન્ય પ્રજાતિ પણ હશે, પરંતુ તેને શોધવી પડશે. આ પહેલાં જે પણ રિસર્ચ થયું છે તે આ બંને ખિસકોલીઓ કરતાં તદ્દન અલગ છે.
આ ખિસકોલીઓના આગળ તથા પાછળના પગની વચ્ચે એકદમ હળવી તથા પાતળી માંસપેશી જેવું એક પટલ. હોય છે અને તે ત્યારે ખુલે છે જ્યારે તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય છે અથવા તો છલાંગ લગાવે છે.