Friday, April 19, 2024
Google search engine
HomeGujaratપાડોશીની દીકરી માટે બીજા પાડોશીએ જે કર્યું એ વાંચીને તમને માન થઈ...

પાડોશીની દીકરી માટે બીજા પાડોશીએ જે કર્યું એ વાંચીને તમને માન થઈ આવશે

કહેવાય છે કે માનવધર્મ એ સૌથી મોટો ધર્મ છે. ક્યારેક સમાજમાં એવા કિસ્સા સામે આવે છે, જે વાંચીને મન પ્રફુલ્લિત થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના બાબરા ગામમાં સામે આવ્યો છે. અહીં પાડોશમાં રહેતી એક ગરીબ દીકરીના મુસ્લિમ પરિવાર ધામધૂમથી લગ્ન કરી અનોખી મિશાલ ઉભી કરે છે.

વાત એમ છે કે બાબરામા છ સભ્યોનો એક હિન્દુ પરિવાર કરે છે. આ પરિવારમાં માતા અને દીકરીને બાદ કરતાં તમામ લોકોની માનસિક સ્થિતિ સારી નથી. માનસિક સંતુલન ગુમાવી બેઠેલા આ પરિવારમાં દીકરી ધીમે ધીમે યુવાનીના ઉંબરે પગ માંડતી જતી હતી. આવા સમયે પાડોશમાં રહેતા મુસ્લિમ પરિવારના યુનુસભાઈ ચુડેસરા આગળ આવ્યા હતા. યુનુસભાઈ અને તેમના પત્નીએ મનોમન નક્કી કર્યું કે પાડોશની દીકરીના પાલક માતા-પિતા બનીને તેને સુખેથી સાસરિયે વળાવીએ.

યુનુસભાઈ અને તેમના પત્નીએ પાડોશમાં રહેતા હિન્દુ પરિવારની દીકરી માટે પોતાની દીકરી હોય એવો રસ લઈને મુરતિયો શોધવાનું શરૂ કર્યું. લાંબી શોધખોળના અંતે ભાવનગરના એક સુખી સંપન્ન પરિવારમાંથી માગુ આવ્યું હતું.

યુનુસભાઈ અને તેમના પત્નીએ મુરતિયાના પરિવારને પાડોશીની બધી વ્યથા જણાવી. તેમજ યુનુસભાઈએ મુરતિયાના પરિવારને ભરોસો આપ્યો કે પાડોશીની દીકરીની તમામ જવાબદારી હું ઉપાડી લઈશ અને બધો વ્યવહાર હું સાચવી લઈશ. હું મુસ્લિમ અને તમે હિન્દુ છો છતાં પણ આપણે આ કાર્ય પૂરું કરવાનું છે. આપણે વેવાઈના સંબંધે બંધાવાનું છે.

વર પક્ષના લોકો પણ દીલદાર હોય અને યુનુસભાઈની વાત માનીને સંબંધ નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો. અંતે પાડોશીની દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પાડોશીની દીકરી યુનુસભાઈને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી હતી.

આમ પાડોશમાં રહેતી નિસહાય દીકરીને પરણાવીને યુનુસભાઈએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page