Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood‘રાવણ’નું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી રહેતા હતા આ ‘અન્નપૂર્ણા’ બંગલોમાં

‘રાવણ’નું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી રહેતા હતા આ ‘અન્નપૂર્ણા’ બંગલોમાં

ઈડર: રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે. મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતાં.

લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું વતન સાબરકાંઠાના ઈડર તાલુકાનું કુકડીયા ગામ છે જ્યાં આજે શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વ સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ લંકેશના પાત્ર તરીકે અરવિંદ ત્રિવેદીને ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે તેમજ લંકેશ તરીકે એની ખ્યાતિ પણ મળી ચૂકી છે. નાનકડાં ગામની વૈશ્વિક ફલક ઉપર નામના મેળવી છે ત્યારે સ્થાનિકો લંકેશના વતનનું હોવાનું ગર્વ અનુભવી રહ્યાં છે. અન્નપૂર્ણા બંગલો ઘણીવાર અરવિંદ ત્રિવેદી રોકાવવા માટે આવતાં હતા જોકે મોટા ભાગે તેઓ મુંબઈ જ રહેતા હતાં.

આ ઓન સ્ક્રિન લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિ બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતાં. ત્યાર બાદ તેઓ ‘લંકેશ’નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં. આજે પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે.

એક ઈન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે જ્યારે તે સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા ત્યારે શૂટિંગમાં જતાં સમયે તે રામના ફોટાની પૂજા કરતો હતો. અરવિંદે કહ્યુ હતું કે તમે જે પાત્ર ભજવો છો, તેનો આદર કરવો જોઈએ અને તેથી જ તે રાવણની પૂજા કરતો હતો. શૂટિંગથી પરત આવીને અરવિંદ ઘરે રામની સ્તુતિ કરતા હતાં કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણી જ અપમાનજનક સંવાદો કહ્યા હતા.

અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.

ગુજરાત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યાં છે. ‘રામાયણ’નાં આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ હાલ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ‘રામાયણ’નાં આ ખલનાયક રિયલ લાઇફમાં નાયક છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just read, experience the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I played on this online casino site and won a substantial sum of money, but later, my mom fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I implore for your support in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page