આ પાકિસ્તાની સુંદરીએ કહ્યું હતું, મને વિરાટ કોહલી આપી દો…

Sports

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી સ્ટાર ક્રિકેટરમાંથી એક છે. તેમના ફેન ભારતમાં જ નહીં પણ અન્ય દેશમાં પણ છે. વિરાટ કોહલીની એક ઝલક માટે તેમના ફેન્સ પડાપડી કરે છે. વિરાટ કોહલી પોતાની બેટિંગ ઉપરાંત તેમના લુકને લીધે પણ ચર્ચામાં રહે છે. એટલું જ નહીં વિરાટની ફિમેલ ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધારે છે. જેમાંથી એક છે પાકિસ્તાનની રિઝલા રેહાન.

રિઝલા સૌથી પહેલાં એશિયા કપ- 2018થી ચર્ચામાં આવી હતી. દુબઈમાં થયેલાં એશિયા કપમાં રિઝલા પાકિસ્તાનને સપોર્ટ કરી રહી હતી. કૅમેરામાં કેદ થયાં પછી રિઝલાના ફોટો ખૂબ જ વાઇરલ પણ થયાં હતાં. તે ઇન્ટરનેટ સેન્સેશન પણ બની ગઈ હતી.

આ પછી રિઝલા વર્ષ 2019ના વર્લ્ડ કપ દરમિયાન ચર્ચામાં આવી હતી. તેમણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે એક એવું નિવેદન આપ્યું હતું. જેના લીધે દરેક લોકો હેરાન થઈ ગયાં હતાં.

રિઝલાને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘એક એવી વસ્તુ જે તમે પાકિસ્તાનની ટીમને ઇન્ડિયા તરફથી ગિફ્ટમાં આપવા માગશે.’ જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘મને વિરાટ આપી દો, પ્લીઝ મને આપી દો.’

રિઝલા વર્લ્ડ કપ-2019ની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. રિઝલાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ‘તેમણે સેમિફાઇનલની ટિકિટ એવી આશા રાખી ખરીદી હતી કે પાકિસ્તાન અંતિમ ચાર મેચમાં જગ્યા બનાવી લેશે.’

સોશિયલ મીડિયા પર રિઝલા રેહાનના હજારો ફોલોઅર્સ છે. રિઝલા ક્રિકેટ સાથે જોડાયેલી વાત પોસ્ટ કરે છે. તે પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે પણ છેલ્લાં કેટલાક વર્ષથી તે દુબઈમાં રહે છે.

વિરાટ કોહલીની આ ફેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું કરાચીથી છું પણ છેલ્લાં 12 વર્ષથી દુબઈમાં રહું છું. હું દુબઈ અને ઇસ્લામાબાદમાં વધારે સમય પસાર કરું છું. હું ચેરિટી કરું છું. હું પાકિસ્તાનના વંચિત બાળકોને શિક્ષણ આપું છું. મેં કેટલીક બાળકીને દત્તક પણ લીધી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *