Friday, April 12, 2024
Google search engine
HomeNationalમુંબઈમાં 48 કલાકમાં 21.5 ઈંચ ધોધમાર વરસાદ, આખું મુંબઈ પાણી જ પાણી

મુંબઈમાં 48 કલાકમાં 21.5 ઈંચ ધોધમાર વરસાદ, આખું મુંબઈ પાણી જ પાણી

મુંબઈઃ છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે આખું મુંબઈ લગભગ ઠપ્પ થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. પાલઘર પાસે ટ્રેક ધોવાઈ જતાં મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-દિલ્હીનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અનેક ટ્રેન રદ કરાઈ હતી તો કેટલીક ટ્રેન મોડી ચાલી રહી હતી. વિમાની સેવાને પણ અસર થઈ હતી. મુંબઈ-પૂણે લાઈન પર માલગાડી ખડી પડતાં વાહન-વ્યવહાર ખોરવાયો હતો.

જુહૂ એરપોર્ટના રન-વે પર પાણીમાં 3 ફૂટ જેટલી લાંબી માછલીઓ જોવા મળી હતી. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, 48 કલાકમાં 21.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 10 વર્ષમાં આ આંકડો સૌથી વધુ છે. ચોમાસુ મોડું આવવા છતાં આ વરસાદને કારણે ઘણી બધી ઘટ ભરપાઈ થઈ ગઈ છે. મુંબઈમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે સોલાપુર જિલ્લામાં કરંટ લાગવાથી 3 વ્યક્તિના મોત થયા છે.

સાયન રોડ 24, વલ્લભ રોડ, હિંદમાતા સિનેમા, ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, સમાજ મંદિર હોલ (પ્રતિક્ષા નગર), સુંદર વિહાર પ્રતિક્ષા નગર, સંગમ નગર, આગરવાડી, ટેલિકોમ ફેક્ટરી, આરસીએફ કોલોની, નેશનલ કોલેજ એસ વી રોડ, ચિત્તા કેમ્પ- મંડાળા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં ટ્રાફિકને અન્ય માર્ગ પર વાળવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં 5 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈટાઈડ આવવાની પણ સંભાવના છે. સ્કાયમેટ દ્વારા 5 જુલાઈ સુધીમાં મુંબઈમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page