Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodપ્રિયંકા ચોપરાની જેઠાણીએ એવું તે શું કહી દીધું કે મચી ગયો હોબાળો

પ્રિયંકા ચોપરાની જેઠાણીએ એવું તે શું કહી દીધું કે મચી ગયો હોબાળો

પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નર ફેમસ હોલિવૂડ એક્ટ્રસ છે. આમ તો તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પણ, તેે ખાસ તો ફિલ્મ ગેમ ઓફ થ્રોન માટે જાણિતી છે. સોફી ઘણીવાર ચર્ચામાં રહે છે, પણ તેમણે કહેલી એક વાતને લીધે હોબાળો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સોફીએ હાલમાં જ ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક એવી વાત શેર કરી છે જેને જોઈ લોકોને લાગી રહ્યું છે કે, બાયોસેક્સ્યુઅલ છે. સોફીએ પ્રાઇડ મંથને સેલિબ્રેટ કરતી એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘ટાઇમ સ્ટ્રેટ નથી અને નથી હું.’ તેમની સ્ટોરીનો સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે. અમેરિકામાં જૂન મહિનો પ્રાઇડ મંથ કરીકે જાણિતો છે. આ આખો મહિનો એલજીબિટીકયું કોમ્યુનિટીના સન્માન માટે ઉજવણી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સોફી ટર્નર ઇન્સ્ટા સ્ટોરી પર ઘણાં કેપ્શન અને સ્ટીકર્સ શેર કર્યા છે. તેમણે લખ્યું હતું કે, ‘આ પ્રાઇડ મંથ છે બેબી.’ શેર કરવામાં આવેલાં આ સ્ટીકર પર લખ્યું હતું કે, ‘હટો હું ગે છું, બાઇ પ્રાઇડ, ગે પ્રાઇડ’

સોફીના ફેન્સ તેમની ઇન્સ્ટા સ્ટોરી પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘સોફી ટર્નર લગભગ 20 ઇન્સ્ટા દ્વારા લોકોને યાદ અપાવી રહી છે કે, તે બાયોસેક્સ્યુઅલ છે, અમને જોઈને સારું લાગે છે.’ એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘સોફી ટર્નરે કન્ફોર્મ કરી દીધું છે કે, તે બાયોસેક્સ્યુઅલ છે.’

હાલમાં જ સોફી ટર્નર ફોટોગ્રાફરથી નારાજ થઈ ગઈ હતી. સોફીને આ વાતનું દુખ નથી, જ્યારે પણ તે પોતાની 10 મહિનાની દીકરી વિલાને ઘરથી બહાર લઈને નીકળે છે ત્યારે ફોટોગ્રાફર્સ તેમની પાછળ પડી જાય છે. એટલું જ નહીં, આ લોકો મંજૂરી વગર દીકરીના ફોટો ક્લિક કરતાં રહે છે અને પબ્લિશ કરી દે છે.

સોફી ટર્નરે એક વીડિયો શેર કરી કહ્યું હતું કે, ‘હું અત્યારે સૂઈને ઉઠી છું. મને લાગે છે કે કાલે કેટલાક ફોટોગ્રાફરો મારી દીકરીના ફોટો લેવામાં સફળ થઈ ગયાં. હું બસ એટલું કહેવા માગું છું કે પોતે દીકરીના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કર્યા અને તે વાતનું ધ્યાન રાખીશ કે આવી હાલતમાં ફોટોગ્રાફરથી બચવું.’

ઉલ્લેખનીય છે કે, સોફી અને જો જોનસે અત્યારસુધી દીકરી વિલાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા નથી. વિલાનો જન્મ જુલાઇ 2020માં થયો હતો. જો અને સોફીના લગ્નની વાત કરીએ તો બંનેના લગ્ન વર્ષ 2019માં લાસ વેગાસમાં એક સિક્રેટ સેરેમનીમાં થયા હતાં. આ પછી બે મહિના બાદ ફ્રાન્સમાં બીજીવાર રીતિ-રિવાજથી લગ્ન કર્યાં હતાં.

સોફીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે નિક અને પ્રિયંકાના લગ્ન માટે ભારત ગયા હતાં ત્યારે અમારી સાથે શાહી લોકોની જેમ વ્યવહાર કરવામાં આવ્યો હતો. પ્રિયંકાને ભારતમાં પૂજવામાં આવે છે. પોતાના ઇન્ટરવ્યૂમાં સોફીએ દેરાણી પ્રિયંકાના ખૂબ જ વખાણ કર્યા હતાં.

સોફીએ જણાવ્યું હતું કે, ‘ઇન્ડિયામાં પ્રિયંકા અંગે લોકોમાં એક રીતની દિવાનગી છે. તે ભારતમાં એક ફેમસ હસ્તી છે. જ્યારે અમે ત્યાં નિક અને પ્રિયંકાના લગ્ન માટે ગયાં હતાં ત્યારે અમારી સાથે બિલકુલ શાહી અંદાજમાં વ્યવહાર કર્યો હતો. તેમની ત્યાં પૂજા કરવામાં આે છે.’

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાની જેઠાણી સોફી ટર્ન ઉંમરમાં તેમના કરતાં 14 વર્ષ નાની છે. સોફીએ પ્રિયંકાની સગાઈ દરમિયાન બંનેને શુભેચ્છા આપતાં લખ્યું હતું કે, ‘મારી પાસે પહેલાંથી જ એક સારો જેઠ અને તેવી જેઠાણી મને મળી ગઈ છે.’

24 વર્ષની સોફી ખુદ એક્ટ્રસ છે. ગેમ ઓફ થ્રોન્સ (2011) ફેમ સોફી ટર્નર અત્યાર સુધી Another Me(2013), Barely Lethal(2015), X-Men: Apocalypse(2016), Josie(2018) સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમની પાસે અત્યારે 3 વધુ અપકમિંગ હોલિવૂડ પ્રોજેક્ટ છે.

સોફીને ગેમ ઓફ થ્રોન્સ માટે 8 વાર એવોર્ડ શોમાં નોમિનેશન મળી ચૂક્યું છે. જેમાં તેમણે 3 એવોર્ડ જીત્યા છે. સાથે જ તે વર્ષ 2016માં બેસ્ટ ગ્લોબલ એક્ટ્રસનો એવોર્ડ પણ જીતી ચૂકી છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page