Monday, April 15, 2024
Google search engine
HomeRecipeશ્રાવણ મહિનાનો ઉપવાસ છે તો શું થઈ ગયું? બનાવો એકદમ ટેસ્ટી ફરાળી...

શ્રાવણ મહિનાનો ઉપવાસ છે તો શું થઈ ગયું? બનાવો એકદમ ટેસ્ટી ફરાળી વાનગી પનીર-મોરૈયાની કટલેટ્સ

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં ઉપવાસ હોય એટલે રોજ કંઈક ને કંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય. તો આજે આપણે ફરાળમાં બનાવતા શીખીશું પનીર-મોરૈયાની કટલેટ્સ.

સામ્રગીઃ
1 કપ મોરૈયાનો લોટ
1 કપ છીણેલું પનીર
1 કપ બાફેલા કંદ (બટાકા, ગાજર, બીટ)
1/2 કપ આરારૂટનો લોટ
બારીક કાપેલા લીલા મરચા-આદું
1/4 કપ સિંગદાણાનો ભૂકો
સિંધાલુણ સ્વાદાનુસાર
ચાટ મસાલો
1/2 ચમચી ખાંડ
1/2 લીંબુનો રસ
1/2 કપ કાજુ-કિસમિસ

રીત:
1. બધા જ કંદને સ્ટીમ કરો (ઓવર કૂક ના કરતા)
2. કંદને સંપૂર્ણ ઠંડા થવા દો. જો સાંજે કટલેટ્સ બનાવી હોય, તો કંદ સવારે બાફી લો જેથી તેમાં રહેલું મોઈશ્ચર જતું રહે અને ફ્રાય કરતી વખતે કટલેટ્સ તૂટે નહીં.
3. બાફેલા કંદને છૂંદીને તેમાં આદુ-મરચાની પેસ્ટ અને સિંગદાણાનો ભૂકો ઉમેરો.
4.હવે તેમાં છેણેલું પનીર અને મોરૈયાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરો
5. હથેળી પાણી વળી કરો કટલેટના મિશ્રણને હાથમાં લો.
6. તેમાં વચ્ચે કાજુ દ્રાક્ષના ટૂકડા મૂકી કટલેટને મનગમતો શેપ આપો.
7. આરારૂટના લોટમાં સિંધાલુણ ઉમેરી એક થાળીમાં છૂટો પાથરી દો
8.બધી જ કટલેટ થઇ જાય પછી તેને આરારૂટના લોટમાં રગદોળો અને તેને 30 મિનિટ સુધી ફ્રીજમાં મુકો
9. 30 મિનિટ બાદ ઠંડી કટલેટ્સને ડીપ/શેલો/એર ફ્રાય કરો
10. ગરમાગરમ કટલેટ્સને તમે દહીંના ડીપ સાથે સર્વ કરી શકો છો

નોંધ:
કંદને બાફ્યા બાદ ઓછામાં ઓછા 3 કલાક પછી જ વાપરવું
જો કટલેટ તેલમાં છૂટી પડતી લાગે, તો આરારૂટની પેસ્ટ બનાવી તેમાં કટલેટ ડીપ કરીને તળો
આમાંથી લગભગ 12 જેટલી કટલેટ્સ બનશે

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination soar! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page