Tuesday, April 23, 2024
Google search engine
HomeRecipeવરસાદી માહોલમાં ઘરે બનાવો આ એકદમ હટકે દાળવડા, આંગળા ચાટતા રહી જશો...

વરસાદી માહોલમાં ઘરે બનાવો આ એકદમ હટકે દાળવડા, આંગળા ચાટતા રહી જશો એ નક્કી

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાયુ વાવોઝાડાની અસરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. વરસાદી માહોલ હોય અને ગુજરાતી ભજીયા ના ખાય તેવું બને જ નહીં. આજે અમે ટેસ્ટી દાળવડાની રેસિપી લઈને આવ્યા છીએ. જોકે, આજે અમે તમને થોડીક અલગ રીતે દાળવડા બનાવતા શીખવીશું. આ યુનિક દાળવડા ખાવાની ઘણી જ મજા આવશે.

સામ્રગીઃ
1 કપ ઉગાડેલા મગ
1/2 કપ મકાઈના દાણા
2 ડુંગળી (બારીક કાપેલી)
2 લીલા મરચા (બારીક કાપેલા)
1/2 કપ કોથમીર (બારીક સમારેલી)
1/2 ચમચી લાલ મરચું
1/4 ચમચી હળદર
મીઠું સ્વાદ મુજબ
1/2 ચમચી ગરમ મસાલો
1/4 હિંગ
1/2 ચમચી ધાણા (અધકચરા)
1/2 આદુ (બારીક પીસેલું)
1 કપ બેસન
2 ચમચી ચોખાનો લોટ
1/2 ચમચી ખાવાના સોડા
તળવા માટે તેલ

રીતઃ
1. સૌ પહેલાં ઉગાડેલા મગ તથા મકાઈના દાણા મિક્સરમાં પીસી લો. એકદમ બારીક ના પીસવું. થોડું કરકરું રાખવું
2. મિક્સરમાંથી મિશ્રણ કાઢીને બાઉલમાં લો. ત્યારબાદ બાઉલમાં કાપેલી ડુંગળી, મરચા, કોથમીર નાખો
3. પછી તેમાં મસાલો (લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, હિંગ તથા ધાણા-આદુ) કરો અને તમામ વસ્તુઓ વ્યવસ્થિત રીતે મિક્સ કરો.
4. તમામ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય એટલે બેસન તથા ચોખાનો લોટ નાખો અને ધીમે ધીમે પાણી નાખો. ખીરું એકદમ પાતળું ના રાખો. વડા ઉતરે એ રીતે રાખો.
5. હવે, કઢાઈમાં તળવા માટે તેલ મૂકો. તેલ આવે એટલે વડાના મિશ્રણમાં અડધી ચમચી સોડા નાખીને બરોબર મિક્સ કરો.
6. ગરમ તેલમાં હાથેથી અથવા ચમચથી વડા મૂકો. વડા અંદરથી કાચા ના રહે તે માટે આંચ મધ્યમ રાખો.
7. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
8. તૈયાર છે એકદમ ટેસ્ટી દાળવડા તેને ડુંગળી તથા લીલા મરચા સાથે સર્વ કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this online casino site and succeeded a significant cash, but after some time, my mother fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I request for your help in reporting this website. Please help me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page