Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Right1983નો વર્લ્ડકપ જીતનારી ટીમના ખેલાડીઓને કેટલાં પૈસા મળતા હતા? રકમ જાણીને આંચકો...

1983નો વર્લ્ડકપ જીતનારી ટીમના ખેલાડીઓને કેટલાં પૈસા મળતા હતા? રકમ જાણીને આંચકો લાગશે

નવી દિલ્હી: આજકાલ ક્રિકેટમાં બહુ પૈસા છે. આજના ક્રિકેટરોની હાઇ-ફાઇ લાઇફસ્ટાઈલ જોતાં મનમાં પ્રશ્ન થાય કે શું હંમેશાથી ક્રિકેટરો આવા જ વૈભવમાં જીવતા આવ્યા છે? તો જવાબ છે ના. તમને વર્ષ 1983નો વર્લ્ડકપ જીતનારી ટીમના ખેલાડીઓની મેચ ફી જાણાવીશું તો આશ્ચર્ય થશે.

1983ની વિશ્વ વિજેતા ટીમના ખેલાડીઓને એક મેચની ફી હતી ફક્ત 1500 રૂપિયા અને ડેઈલી એલાઉન્સ હતું પ્રતિ દિન 200 રૂપિયા. સિનિયર જર્નલિસ્ટ રાજદીપ સરદેસાઈએ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં 1983ની ભારતીય ક્રિકેટ ટીમને મળેલી મેચ ફી અને ડેઇલી એલાઉન્સના આંકડા છે. પોસ્ટમાં શેર કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં તમામ ખેલાડીઓની નામ સામે ફી અને તેમની સાઈન છે. ડોક્યુમેન્ટ ઉપર 21 સપ્ટેમ્બર 1983ની તારીખ લખેલી છે.

પોસ્ટ મુજબ કેપ્ટન, વાઈસ કેપ્ટન અને મેનેજર સહિત બધાને એક સરખી રકમ મળતી હતી 2100 રૂપિયા. જેમાં 1500 રૂપિયા મેચ ફી હતી અને 200 રૂપિયા પ્રતિ દિવસના હિસાબે ત્રણ દિવસના 600 રૂપિયા ડેઈલી એલાઉન્સના ખાતામાં મળતા હતા.

આજના ખેલાડીઓને ખૂબ જ ઊંચી ફી, આકર્ષક ડેઈલ એલાઉન્સ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જેવી ફેસિલીટી મળી રહી છે. આજે એક ટેસ્ટ મેચ રમતાં ખેલાડીને 15 લાખ રૂપિયા મેચ ફી મળે છે. વન-ડે માટે 6 લાખ અને ટી-20 માટે 3 લાખ રૂપિયા મળે છે. આ ઉપરાંત ડેઈલ એલાઉન્સ અલગથી મળે છે. આ સિવાય વ્યક્તિગત પર્ફોમન્સ માટે બોનસ પણ મળે છે. જેમ કે સદી ફટકારનાર કે પાંચ વિકેટ લેવા પર બોનસ આપવામાં આવે છે. તે જમાનાના ક્રિકેટરોની તુલનાએ આજના ક્રિકેટરોને ખૂબ જ મોટી રકમ મળી રહી છે. ફુગાવાને ધ્યાનમાં લઈએ તો પણ આજે વધુ રકમ મળી રહી છે.

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this online casino site and won a substantial amount, but eventually, my mom fell ill, and I needed to withdraw some money from my balance. Unfortunately, I faced problems and could not finalize the cashout. Tragically, my mother died due to such online casino. I request for your support in bringing attention to this site. Please help me to achieve justice, so that others won’t face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page