Sunday, April 14, 2024
Google search engine
HomeNationalપ્રેમીને પામવા વહુએ રાત્રે ઉંઘતા સાસુ પર છોડ્યો ઝેરી સાપ, તડપી તડપીને...

પ્રેમીને પામવા વહુએ રાત્રે ઉંઘતા સાસુ પર છોડ્યો ઝેરી સાપ, તડપી તડપીને થયું મોત

હત્યાના અલગ અલગ મામલા વિશે તમે સાંભળ્યું હશે. પણ આજે અમે તમને હત્યાના એવા કિસ્સા વિશે જણાવી રહ્યા છીએ. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. રાજસ્થાનના ઝૂંઝૂનુમાં એક વહુએ તેના પ્રેમી સાથે સંબંધ રાખવા માટે તેની સાસુનું પહેલાં ગળું દબાવીને પછી ઝેરી સાપનો ડંખ મરાવીને હત્યા કરી નાખી છે. પોલીસે વહુ અને તેના પ્રેમી સહિત અન્ય એક યુવકની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેયની જામીન અરજી ફગાવી દીધી છે.

હંમેશાની જેમ તે દિવસ રાતે જમ્યા પછી સુબોધ દેવી પોતાના રૂમમાં સૂવા માટે જતાં રહ્યા હતા. પણ સવારે તે મોડે સુધી પોતાની પથારી પરથી ઉઠ્યા નહીં. તેમની વહુ અલ્પના આ જોઈને હેરાન થઈ ગઈ. તેણે સાસુને જગાડવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાં તે રૂમની અંદરની હાલત જોઈને બૂમાબૂમ કરવા લાગી. તેમની સાસુ પથારી પર બેભાન હાલતમાં હતાં અને રૂમના ખૂણામાં એક ઝેરીલો સાંપ ફેણ માંડીને બેઠો હતો. તેણે તરત જ પાડોશના લોકોને જાણ કરી. પાડોશીઓ સુબોધ દેવીને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તેમના શરીરમાં કોઈ હરકત થઈ નહીં અને ત્યારે લોકો તેમને તરત હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.

સુબોધ દેવીના રૂમમાં હાજર સાપને મદારીની મદદથી પકડાવી લોકોએ તેના ઘરથી દૂર છોડાવી દીધો હતો. ખરેખર આ મામલો સાપના ડંખથી થયેલા મોતનો જ હતો. સુબોધ દેવીનો સેનામાં ફરજ બજાવતો દીકરો ઘરે આવ્યા પછી તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાં. ઘરના બીજા લોકો સાથે ખુદ પોલીસ પણ આ મોતને એક દુર્ઘટના માનીને કેસ દાખલ કરીને ક્લોઝ કરી ચૂકી હતી. પણ એક મહિના પછી સુબોધ દેવીના ઘરવાળાઓએ એક વાત સાંભળી કે, તેમનું મગજ ફરી ગયું.

હકીકતમાં ઘરની વહુ અલ્પનાને ફોન પર કોઈને એવું કહી રહી હતી કે, સુબોધ દેવીના મોતના દિવસે તમને અને તમારા ફ્રેન્ડને કોઈએ જોયા તો નહોતા ને? કેમ કે જો કોઈએ તેમને જોયા છે, તો મુશ્કેલી ઊભી થઈ જશે. અને બસ આ વાતને લીધે આખો મામલો પલટાઈ ગયો. સુબોધ દેવીના પતિ રાજેશે પોલીસમાં પોતાની વહુ અલ્પના વિરુદ્ધ શંકાને આધારે પોતાની પત્નીના મોત અંગે ફરીથી તપાસ કરવા અને પોલીસ ફરિયાદ કરી તપાસ શરૂ કરાવી દીધી હતી.

તપાસમાં સામે આવ્યું કે, સુબોધ દેવીની વહુ અલ્પનાનું મનીષ મીણા નામના યુવક સાથે પ્રેમ સંબંધ પણ છે. ઘણીવાર આ વાતને લીધે અલ્પનાનો તેની સાસુ સાથે ઝઘડો થતો હતો. હવે પોલીસને અલ્પના પર શંકા હતી. તપાસ દરમિયાન જ્યારે પોલીસે અલ્પનાના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કાઢાવી. ત્યારે રેકોર્ડ જોઈને ચોંકી ગયા હતાં. 2 જૂન, 2019એ છે કે, જે દિવસે તેમની સાસુ સુબોધ દેવીનું મોત થયું હતું. તે દિવસે અલ્પનાએ તેના પ્રેમી મનીષ મીણા સાથે 124 વાર વાત કરી હતી. જ્યારે મનીષે એક ફ્રેન્ડ કૃષ્ણા સાથે 19 વાર વાત કરી હતી.

હવે અલ્પના સાથે તેનો પ્રેમી મનીષ પણ પોલીસની રડારમાં આવી ગયો હતો. હવે પોલીસે મોડું કર્યા વગર તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી હતી. આ ઇન્ટરોગેશનમાં મનીષે જે કહાની સંભળાવી તે જાણીને દરેક લોકો ચોંકી ગયા હતાં. મનીષે પોતાની પ્રેમિકા એટલે કે, સુબોધ દેવીની વહુ અલ્પના સાથે મળીને તેની સાસુને સાપનો ડંખ મરાવવાની વાત કબૂલી લીધી હતી. અલ્પનાની સાસુ બંનેના સંબંધોથી નારાજ હતી અને છેલ્લે તેમણે પોતાના દીકરાને અલ્પનાની આ કરતૂત કહી દેવાની ધમકી આપી હતી. આ પછી અલ્પના અને મનીષે સુબોધ દેવીની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

હકીકતમાં અલ્પના જાંગિડ પરિવારની વહુ હતી. તેના લગ્ન ઘરના મોટા દીકરા સચિન સાથે 12 ડિસેમ્બર, 2018માં થયા હતાં. સચિન એરફોર્સમાં છે અને તેમનું પોસ્ટિંગ રાજસ્થાનથી બહાર હતું. જ્યારે અલ્પના અને તેનો પ્રેમી મનીષ એક બીજાને સ્કૂલ સમયથી જાણતાં હતાં. પણ લગ્ન પછી અલ્પના એક વાર ફરી મનીષની નજીક આવી ગઈ હતી અને બંને કલાકો સુધી ફોન પર વાતો કરતાં હતાં. એકબીજાને છુપાઈને મળવા લાગ્યા હતાં. જ્યારે અલ્પનાની સાસુને ખબર પડી તો તેમણે અલ્પનાને ટોકવાનું શરૂ કરી દીધું અને આ પછી અલ્પનાએ સાસુની હત્યાનું ષડયંત્ર રચ્યું. ષડયંત્રથી સાપનો ડંખ મરાવીને હત્યા કરાવી જેથી કોઈને મોત પર શંકા થાય નહીં.

2 જૂન 2019એ અલ્પનાએ રાતે પોતાની સાસુનને બનાના શેકમાં ઉંઘની ગોળી ખવડાવી દીધી. ષડયંત્ર મુજબ રાતે મનીષે છુપાઈને એક ઝેરીલો સાપ અલ્પનાના ઘરે પહોંચાડ્યો હતો. મનીષે માત્ર અલ્પનાની હત્યા માટે સાપને દસ હજાર રૂપિયામાં એક મદારી પાસેથી ખરીદ્યો હતો. પણ રૂમમાં પહોંચ્યા પછી બંનેને લાગ્યું કે, ખબર નહીં સાપ તેમની સાસુને ડંખ મારે કે ના મારે, બંનેએ પહેલાં ઓશિકાથી શ્વાસ રોકીને સુબોધ દેવીની હત્યા કરી અને પછી રૂમમાં ઝેરીલો સાપ પણ છોડી દીધો હતો. પછી સવારે ષડયંત્ર મુજબ અલ્પનાએ સાસુને સાપે ડંખ માર્યો હોવાનો ડ્રામા શરૂ કરી દીધો હતો. લગભગ મહિના સુધી આ ષડયંત્ર સામે આવ્યું નહીં પણ ફોન પર અલ્પનાને તેના પ્રેમી સાથે વાત કરતાં સાંભળી લેતાં પોલ ખુલી ગઈ હતી.

અત્યારસુધી પૂછપરછમાં મનીષની સાથે-સાથે અલ્પના પણ પોતાનો ગુનો કબૂલ કરી ચૂકી હતી. આ સાથે જ બંનેના એક સાથી કૃષ્ણાની પણ પોલીસે ધરપકડ કરી છે. લગભગ એક મહિના પછી આ અંગે ફરિયાદ થતાં પોલીસે ફરી તપાસ શરૂ કરી હતા. જેમાં પોલીસે અંતિમ સંસ્કાર પછી સુબોધ દેવીના હાડકાંની ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા હતાં.

તમને જાણીને નવાઇ લાગશે કે, આ તપાસમાં સુબોધના શરીર પરથી સાપનું ઝેર મળવાની પણ પુષ્ટી થઈ ગઈ છે. એટલે કે, સુબોધની હત્યા બંનેએ શ્વાસ રોકીને કરી હશે. પણ તે રાતે રૂમમાં છોડાયેલા ઝેરીલા સાપે પણ સુબોધ દેવીને ડંખ માર્યો હતો. આ મામલે પ્રેમી મનીષના ફ્રેન્ડ કૃષ્ણા કુમાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પણ સુપ્રીમ કોર્ટે જામીન અરજીને ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, કોર્ટની નજરમાં આ સામાન્ય કેસ નથી. આ મામલે ત્રણ આરોપી અત્યારે જેલમાં છે. પણ લોકો રાહ જુએ છે કે, ક્યારે ત્રણેયને દોષી જાહેર કરાશે અને કડક સજા કરાશે.

RELATED ARTICLES

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page