Friday, April 12, 2024
Google search engine
HomeReligionમહાભારતમાં આપવામાં આવ્યો છે આ બોધ, મિત્રો બનાવતા પહેલાં આ વાતોનું જરૂરથી...

મહાભારતમાં આપવામાં આવ્યો છે આ બોધ, મિત્રો બનાવતા પહેલાં આ વાતોનું જરૂરથી રાખવું ધ્યાન

અમદાવાદઃ મહાભારતમાં એક તરફ જ્યાં સંબંધોના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું છે, ત્યાં બીજી બાજુ સંબંધોનો વિનાશ કરતી ઘટનાઓ પણ થઈ છે. આવામાં શ્રીકૃષ્ણે મહાભારત કાળમાં લોકોના જીવન, ધર્મ, રાજનીતિ, દેશ, સમાજ, જ્ઞાન તથા વિજ્ઞાન અંગે વાત કરી છે. મહાભારતમાં બનેલી ઘટનાઓમાંથી પ્રેરણા મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે સૌ પહેલાં તમારે પ્લાનિંગ કરવું પડે. તમે પ્લાનિંગ સાથે કામ કરો તો તમને સફળ થતાં કોઈ જ રોકી શકશે નહીં. લગન સાથે કામ કરીએ તો એક દિવસ જરૂર સફળતા મળે છે.

જીવનમાં સત્સંગનું ઘણું જ મહત્વ છે. જો તમે બહુ જ સારા છો પરંતુ તમારા મિત્રો સારા નથી તો તમને બરબાદ થવામાં વધુ સમય થશે નહીં. આવામાં મિત્રો બનાવતા પહેલાં એક વાર અચૂક વિચારવું. મહાભારતમાં દુર્યોધન મામા શકુનીએ બતાવેલા રસ્તા પર ચાલ્યો અને એક દિવસ તે પૂરી રીતે બરબાદ થઈ ગયો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ક્યારેય અધૂરું જ્ઞાન મેળવીને કોઈ પણ કામની શરૂઆત કરવી જોઈએ નહીં. જે વ્યક્તિને પૂરું જ્ઞાન હોય છે, તે સમાજમાં ગંભીર હોય છે. જોકે, ઓછું જ્ઞાન ધરાવતા લોકો કારણ વગર કામમાં દખલગીરી કરતા હોય છે. આથી જ કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં પૂરી માહિતી મેળવો. આમ પણ આપણાં ત્યાં કહેવત છે કે અધૂરો ઘડો છલકાય વધુ.

ભગવાન શ્રીકૃષ્ણના મતે, આજના સમયમાં કોઈની પર આંખ બંધ કરીને મિત્રતા કરવી નહીં.પહેલાં સારા મિત્રની ઓળખ કરવી. મહાભારત કાળમાં એવા ઘણાં લોકો હતાં, જેમણે મિત્રતાના નામે વિશ્વાસઘાત મેળવ્યો હતો. અનેક મિત્રો એવા પણ હોય છે, જે નિકટ આવીને તમામ વાત જાણીને તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે છે. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page