Friday, April 12, 2024
Google search engine
HomeNationalપેટ્રોલ પૂરાવતી વખતે રાખો સાવધાની, આ રીતે કરે છે ઉઘાડી લૂંટ, જાણકારી...

પેટ્રોલ પૂરાવતી વખતે રાખો સાવધાની, આ રીતે કરે છે ઉઘાડી લૂંટ, જાણકારી માટે વધુને વધુ શેર કરો

જયપુરઃ 35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ… નવાઈ ના પામો. રાજસ્થાનના હનુમાનગઢમાં એક પેટ્રોલ પંપમાં આવી જ કમાલ થઈ છે. એક બાજુ પેટ્રોલ તથા ડીઝલના વધતા ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે તો પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ નાખવાના કિસ્સા પણ સામે આવે છે. આવો જ એક કિસ્સો હનુમાનગઢનો સામે આવ્યો છે.

હનુમાનગઢ ટાઉન ચિમનલાલ પેટ્રોલ પંપ પર રાત્રે એક ગ્રાહક પોતાની કારમાં પેટ્રોલ પૂરાવવા આવ્યો હતો. તેણે ટાંકી ફૂલ કરવાનું કહ્યું હતું. જોકે, ગ્રાહકને શંકા ગઈ કે ઈંધણ ઓછું નાખવામાં આવ્યું છે. ગ્રાહકે કહ્યું હતું કે તેની કારમાં પાંચ લીટર તેલ પહેલેથી જ હતું અને પછી તેણે 43 લીટર તેલ નાખવાની વાત કરી હતી. જ્યારે તેની ગાડીની ટાંકી એટલી મોટી નથી.

જ્યારે કાર ચાલકે હંગામો કર્યો તો ભીડ જમા થઈ ગઈ હતી. આટલું જ નહીં પોલીસ પણ આવી ગઈ હતી. ગાડીમાં પેટ્રોલ ચેક કર્યું તો તે ઓછું નીકળ્યું હતું. આથી ગ્રાહક રોષે ભરાયો હતો. તેણે ઝઘડો કર્યો હતો. ગ્રાહકે ડિમાન્ડ કરી હતી કે પેટ્રોલપંપના માલિકને 51 હજારની પેનલ્ટી કરવામાં આવે અને આ પૈસા ગુરુદ્વારામાં આપવામાં આવે.

શરૂઆતમાં માલિક માની ગયો હતો. તેણે હાથ જોડીને માફી માગી હતી. જોકે, પછી તેણે 51 હજારને બદલે 21 હજાર આપવાની વાત કરી હતી. આ વાત સાંભળ્યા બાદ ચાલકે ફરી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક કોર્પોરેટર પણ આવી ગયા હતા.

માલિકના પક્ષમાં રહેલા લોકોએ પણ જોરદાર હંગામો કર્યો હતો. પોલીસ અધકિરાની સમજાવટ બાદ બંને પક્ષ શાંત પડ્યા હતા. જોકે, એ વાત તો નક્કી છે કે પેટ્રોલ સંચાલકો પૈસા પૂરા લે છે, પરંતુ પેટ્રોલ ઓછું આપે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I played on this online casino site and managed a significant cash, but later, my mother fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I experienced issues and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I implore for your assistance in lodging a complaint against this site. Please support me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page