Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightટ્રેનમાં મહિલા થઈ બેભાન, મદદ માટે જાહેરાત થતાં જ સુરેન્દ્રનગરના સાંસદે પહોંચી...

ટ્રેનમાં મહિલા થઈ બેભાન, મદદ માટે જાહેરાત થતાં જ સુરેન્દ્રનગરના સાંસદે પહોંચી કરી સારવાર

અમદાવાદ: પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા સેવા કાર્યના અનેક કિસ્સા તમે વાંચ્યા હશે, પણ હાલમાં એક અલગ બનાવ સામે આવ્યો છે. અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનમાં એક વૃદ્ધ મહિલા બેભાન જેવી અવસ્થામાં આવી જતાં ટ્રેનમાં સવાર સુરેન્દ્રનગરના સંસદસભ્ય ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ તેમની સારવાર કરી પોતાના ફરજ અદા કરી હતી.

ગયા રવિવારે અમદાવાદથી નવી દિલ્હી જઈ રહેલી સુવર્ણજંયતી રાજધાની એક્સપ્રેસના B નંબરના કોચમાં સીટ નંબર 36 પર મુસાફરી કરી રહેલા એક 56 વર્ષીય મહિલાને બ્લડ પ્રેશર ઘટી જતા બેભાન અવસ્થામાં આવી ગયા હતા. આથી સ્પિકર દ્વારા ટ્રેનની અંદર જો કોઈ ડોક્ટર હોય તો તાત્કાલિક B-36 કોચમાં પહોંચવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સુરેન્દ્રનગરના સંસદસભ્ય ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કે જેઓ વ્યવસાયે પણ ફિજિશિયન (એમડી) છે તેમણે સાંભળ હતી. સ્પિકર પર એનાઉન્સમેન્ટ સાંભળતાં જ ડો મુંજપરા તાત્કાલિક દોડી આવ્યા હતા. આવીને તેમણે તરત પ્રાથમિક સારવાર આપી ડોક્ટર તરીકે પોતાની ફરજ અદા કરી હતી. સોશિયલ મીડિયામાં આ અંગેના ફોટો પણ વાઈરલ થયા છે. જેમાં યુઝર્સ દ્વારા સંસદસભ્યના કામના વખાણ કરવામાં આવી રહ્યા છે.

સંસ્કૃતમાં શપથ લઈ મીડિયામાં ચમક્યા હતા ડોક્ટર મુંજપરા

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ચૂંટાયેલા સંસદસભ્ય ડો. મહેન્દ્ર મુંજપરાએ સંસદ ભવનમાં સંસ્કૃત ભાષામાં શપથ લઈને મીડિયામાં ચમક્યા હતા. એટલું જ નહીં તેમણે પિતાની જગ્યાએ પહેલાં માતાનું નામ લઈને નવો જ ચીલો ચાતર્યો હતો. સંસ્કૃત ભાષામાં શપથ લેવા બાબતે સાંસદ ડો.મુંજપરાએ જણાવ્યું કે સંસ્કૃતનું આજે મહત્વ ઘટી રહ્યુ છે ત્યારે લોકો સંસ્કૃત ભાષાનું ગૌરવ સમજે તે ખૂબ જ જરૂરી બની ગયુ છે. સંસ્કૃત ભાષામાં શપથ લેવા તે મારા માટે પડકારરૂપ હતું. આના દ્વારા લોક સેવાના કાર્યોમાં પણ પડકારને ઝીલવા છે તે સંદેશ પણ મારે આપવો હતો.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page