Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsVideo: અંગત જીવનને લઈને પાકિસ્તાનના કયા પૂર્વ ક્રિકેટરે જાહેરમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Video: અંગત જીવનને લઈને પાકિસ્તાનના કયા પૂર્વ ક્રિકેટરે જાહેરમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝ્ઝાક છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ 2019ના વર્લ્ડકપ દરમિયાન રઝ્ઝાકે કહ્યું હતું કે, તે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કોચિંગ આપવા માગે છે. જેથી તે હાર્દિકને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવી શકે. જોકે, આ નિવેદન સિવાય હાલ તો અબ્દુલ રઝ્ઝાક અંગત જીવનના ચોંકાવનારા ખુલાસાના કારણ ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 39 વર્ષીય ક્રિકેટરે સ્વીકાર્યું છે કે તેના ઘણી મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ હતાં. રઝ્ઝાકે એક ટેલિવિઝન શોમાં કબૂલાત કરી હતી કે, તેના 5-6 એક્સ્ટ્રા મેરિટલ અફેર રહી ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટરનો દાવો છે કે, તેનું એક અફેર દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું. ઈન્ટરવ્યૂ દરમિયાન એન્કરે રઝ્ઝાકને પૂછ્યું હતું કે, અફેર લગ્ન પહેલા હતા? ત્યારે પૂર્વ ક્રિકેટરે જવાબ આપ્યો કે, લગ્ન થયા બાદ આ બધાં અફેર શરૂ થયા હતા.

ઓલરાઉન્ડર રઝ્ઝાક જ્યારે આ ખુલાસો કરતો હતો ત્યારે તેના ચહેરા પર અફેરને લઈને ખુશી જોવા મળી રહી હતી. ચાહકોએ પણ તાળી પાડી અને ક્રિકેટરના નિવેદન પર કોઈ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું ન હતું. આ તરફ સોશિયલ મીડિયા યૂઝર્સ રઝ્ઝાક અને હાર્દિક પંડ્યા વચ્ચે તુલનાત્મક રમૂજ કરી રહ્યા છે.

રઝ્ઝાકનું નામ ‘બાહુબલી’ની એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. રઝ્ઝાકના લગ્ન આઈશા નામની એક મહિલા સાથે થયા છે. કપલના બે બાળકો પણ છે. તમન્ના સાથે અફેરની વાતોએ ખૂબ સનસની મચાવી હતી કારણકે એ વખતે રઝ્ઝાક પરણિત હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this casino platform and managed a significant cash, but after some time, my mother fell ill, and I required to cash out some money from my account. Unfortunately, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I request for your support in bringing attention to this website. Please support me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page