Friday, April 19, 2024
Google search engine
HomeAjab Gajabતમને ખબર છે કે દવાના પતકડાં પર શા માટે હોય છે આ...

તમને ખબર છે કે દવાના પતકડાં પર શા માટે હોય છે આ ખાલી સ્પેસ? નથી ખ્યાલ તો ક્લિક કરીને જાણો

અમદાવાદઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દવાઓની સ્ટ્રિપ્સ પર ખાલી સ્પેસ કેમ હોય છે? દવાના આકારની ખાલી જગ્યામાં કેમ દવાઓ નથી હોતી? તમને પણ મનમાં એમ વિચાર આવતો હશે કે જ્યારે આ સ્પેસમાં દવા મૂકવી જ નથી તો કેમ બનાવ્યો આ સ્પેસ? આજે અમે તમારા મનમાં રહેલાં આ સવાલનો જવાબ આપીશું.

– આ ખાલી સ્પેસ ટેબલેટ્સ સાથે જોડાયલી છે. આની મદદથી દવાઓ એકબીજામાં ભળતી નથી અને કેમિકલ રિએક્શનથી બચાવે છે.

– આ સ્પેસ દવાઓ બચાવી રાખવા માટે થાય છે. દવાઓ લાવવા તથા લઈ જવામાં નુકસાન ના થાય તે માટે પણ સ્પેસ રાખવામાં આવે છે. આ દવાઓ માટે એક પ્રકારની કુશનિંગ ઈફેક્ટ છે. જેથી દવાઓ ડેમેજ થતી નથી.

– સ્પેસ રાખવા માટે એક કારણ એવું પણ હોઈ શકે કે પ્રિન્ટ એરિયા વધારવો હોય. ઘણીવાર ટેબલેટની પૂરી સ્ટ્રિપમાં એક દવા જ હોય છે. આવામાં સ્ટ્રિપની પાછળ પ્રિન્ટ થયેલી માહિતી (દવામાં રહેલા તત્વો, એક્સપાયરી ડેટ, પ્રોડક્શન ડેટ, કંપનીનું નામ..) વગેરે છાપવા માટે જગ્યાની જરૂર હોય છે. આથી ખાલી સ્પેસ રાખવામાં આવે છે.

– આ ઉપરાંત દવાઓને કાપતી વખતે નુકસાન ના થાય તે માટે તથા યોગ્ય ડોઝ બતાવવા માટે આ સ્પેસ રાખવામાં આવે છે.

તો, હવે તમે જ્યારે પણ દવા લેશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે દવાની સ્ટ્રીપ્સમાં શા માટે આ ખાલી સ્પેસ હોય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page