ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર! 13 તારીખે અહીં પડશે કમોસમી વરસાદ?

Featured Gujarat

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 13 જાન્યુઆરીએ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે 14 તારીખ પછી માવઠાની પણ અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. હાલ અનેક શહેરોમાં 10 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જોવા મળ્યું હતું.

હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, 13મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. એટલું જ નહીં 13મી તારીખે બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ઉત્તરાયણના દિવસે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. 2019 ડિસેમ્બર 2019માં પણ આ વખતે વરસાદની અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા જોવા મળી રહી છે.

12 અને 13 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે.

14મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ પવન પણ રહેશે. ત્યારે પતંગરસિયાઓ માટે ટેન્શન આપનાર આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *