Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratપાટીદારોના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાનું આજે નિધન

પાટીદારોના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાનું આજે નિધન

રાજકોટ: ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61ની વયે લાંબી બિમારી બાદ આજે નિધન થયું છે. અંતિમ દર્શન માટે આવતી કાલે સવારે 7થી 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય-જામકંડોરણા ખાતે રાખવામાં આવેલ છે જ્યારે સ્મસાન યાત્રા મંગળવારે બપોરે 1 વાગે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. નોંધનીય છે કે, વિઠ્ઠલ રાદડિયા છેલ્લા કેટલાય સમયથી બિમાર હતી.

વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

વિઠ્ઠલભાઈને કેન્સર જેવી બીમારીને કારણે આજ વર્ષે અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી જ્યાં ઓપરેશન પણ કરાવ્યું હતું. મોઢામાં કેન્સર થયું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં જન્મ થયો હતો.

રાજકીય સફર

1987માં તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ ()
1990થી 2009 સુધી ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય
1996થી 1998 સુધી ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી બન્યા
1997થી 1998 સુધી સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી બન્યા
2000થી 2003 સુધી રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા
1995થી સતત અત્યાર સુધી રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન રહ્યાં
2004થી અત્યાર સુધી ઈફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતાં
2009થી 2013 સુધી સંસદસભ્ય રહ્યાં
2009થી2019 સુધી સંસદસભ્ય રહ્યાં

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just enjoy, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page