Friday, April 12, 2024
Google search engine
HomeNationalઆ ઘર છે એકદમ અનોખું, 150 વર્ષ જૂના પીપળાના ઝાડમાં ઘર છે...

આ ઘર છે એકદમ અનોખું, 150 વર્ષ જૂના પીપળાના ઝાડમાં ઘર છે કે ઘરમાં ઝાડ?

અમદાવાદઃ ઓક્સિજન મનુષ્ય જાતિ માટે કેટલો મહત્ત્વનો છે, તે કોરોનાની બીજી લહેરમાં બરોબર સમજાઈ ગયું હતું. આપણે વિકાસ પાછળ આંધળી દોટ મૂકી છે અને તેને કારણે જ ઝાડોનો કચ્ચરઘાણ કરી નાખ્યો છે. જોકે, એક પરિવાર એવો પણ છે, જેણે પોતાના ઘરમાં ઝાડ ને ફૂલછોડ એટલા રાખ્યા છે કે આપણને થાય કે ઘરની અંદર ઝાડ છે કે પછી ઝાડની અંદર ઘર છે.

શું છે ખાસઃ મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કેશરવાની પરિવારનું ઘર તદ્દન અલગ છે. આ ઘર માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ એટલું જ લોકપ્રિય છે. યોગેશ તથા તેમના પત્ની નીલુએ કહ્યું હતું કે આ ઘર તેમના સ્વ. સસરા ડૉ. મોતીલાલે બનાવ્યું હતું. દાદાજીના સમયમાં અહીંયા કાચું ઘર રહેતું હતું. તે સમયે પીપળાનું ઝાડ હતું. આ ઝાડ અંદાજે 150 વર્ષ જૂનું છે.

ઝાડને કાપ્યા વગર ઘર બનાવ્યુંઃ 1990માં યોગેશના પિતાએ નવેસરથી પિતાએ વારસામાં આપેલું ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે, ઘરની વચોવચ પીપળાનું ઝાડ જોઈને તમામ એક જ સલાહ આપી હતી કે ઝાડને કાપીને સુંદર ઘર બનાવી દે. જોકે, પ્રકૃતિ પ્રેમી મોતીલાલે લોકોની વાતો માની નહીં. તેણે સિવિલ એન્જિનિયરને આ અંગે વાત કરી હતી. હવે તો મિત્ર આ દુનિયામાં નથી. જોકે, આ જ મિત્રે ઘર તથા ઝાડનો સુભંગ સંયોગ કરાવ્યો હતો.

ઘરને એ રીતે ડિઝાઈન કર્યું કે ઘરના તમામ રૂમમાંથી ઝાડની ડાળીઓ લટકતી જોઈ શકાય. આ ઘર ચાર માળનું છે. કેશરવાની પરિવાર માટે આ પૂરતું છે. દીકરા યોગેશે કહ્યું હતું કે ઘરનું નિર્માણ ઝાડ કેટલું ઉગશે તે ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. પીપળાનું ઝાડે કેટલું પહોળું થાય તે બધાને ખ્યાલ છે. પીપળાની ડાળીઓ દીવાલમાંથી બહાર નીકળી શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો ડાળીઓ મોટી થાય તો પણ ઘર કે ઝાડને નુકસાન થઈ શકે તેમ નથી.

લોકોએ ડરાવ્યા પણ હતાઃ યોગેશની પત્ની નીલુએ કહ્યું હતું કે લગ્ન પહેલાં આ ઘરની ચર્ચા ઘણી સાંભળી હતી. તેને નવાઈ લાગતી કે ઝાડની ઉપર કેવી રીતે ઘર હોય. જોકે, જ્યારે તે પરણીને ઘરે આવી ત્યારે તેને ઘણી જ નવાઈ લાગી હતી. આ ઘરમાં રહેતા રહેતા તેને પણ આ પીપળાના ઝાડ પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. જોકે, ઘણાં લોકોએ મોતીલાલને એમ કહીને ડરાવ્યા હતા કે ઘરમાં પીપળાનું ઝાડ શુભ નથી. જીવનમાં અનેક મુશ્કેલી આવશે. જોકે, મોતીલાલ એકના બે ના થાય અને ઘર બનાવીને જ રહ્યા હતા.

વિદેશીઓ પણ આવે છેઃ યોગેશે કહ્યું હતું કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. આ સાથે જ ચારેબાજુ ફેલાય છે અને તેનો છાંયડો ખાસ્સો એવો હોય છે. તે વાતાવરણને શુદ્ધ તથા ઠંડુ રાખે છે. આ જ કારણે ઘરનું તાપમાન ભરગરમીમાં પણ ચારથી પાંચ ડિગ્રી ઓછું હોય છે. આ જ કારણે એસી હોવા છતાંય એસી ચલાવવું પડતું નથી. 1993માં ઘર બનીને તૈયાર થયું હતું. ત્યારબાદથી આ ઘર લોકોમાં ચર્ચાના સ્થાને છે. અનેક સિવિલ એન્જિનિયર આ ઘરની મુલાકાતે આવી ચૂક્યા છે. દેશ તથા વિદેશથી લોકો ઘર જોવા મળે છે. ઘણાં લોકો લગ્નના વીડિયોમાં આ ઘરની ક્લિપ એડ કરાવે છે. કેશરવાની પરિવારે તમામનું દિલથી સ્વાગત કરે છે.

બગીચામાં 50-60 ફૂલછોડઃ ઘરમાં પીપળાનું ઝાડ હોવાથી યોગેશ તથા નીલુ પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યાં. તેઓ પારિવારિક વ્યવસાયની સાથે સાથે જૈવિક ખેતી સાથે જોડાયેલા છે. ઘર માટે શાકભાજી તથા ફ્રૂટ્સ બગીચામાં ઉગાડે છે. તેમના બગીચામાં 50-60 ઝાડ છે, જેમાં જાબું, પપૈયું તથા આંબો સામેલ છે. આ તમામ ઝાડ યોગેશના પિતાએ ઉગાડ્યા હતા અને આજે તેઓ ફળ ચાખી રહ્યાં છે.

બગીચામાં નર્સરી પણ તૈયાર કરી છે. કોઈને પણ ઘરમાં કે અન્ય જગ્યાએ વૃક્ષારોપણ કરવું હોય તો તેઓ મફતમાં ફૂલછોડ લઈ જઈ શકે છે. તે કહે છે કે હિંદુ પુરાણોમાં માન્યતા છે કે પીપળાના ઝાડમાં ભગવાનનો વાસ છે. આથી જ તેઓ ઘરમાં ઘણાં જ ખુશ છે અને પ્રગતિ કરે છે. તમામે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવી જોઈએ. તમે હવે જ્યારે પણ જબલપુર જાવ ત્યાં આ ઘર જોવાનું ભૂલતા નહીં. કેશરવાની પરિવાર તમામ લોકોના સ્વાગત માટે તૈયાર છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I played on this gambling site and earned a considerable sum of earnings. However, eventually, my mom fell critically sick, and I required to cash out some funds from my casino balance. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I earnestly request your help in reporting this concern with the online casino. Please aid me to find justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and stop them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page