Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગીર ગાયે સુંદર વાછરડીને જન્મ આપતાં પરિવાર બન્યો ભાવવિભોર, 57 કિલો પેંડા...

ગીર ગાયે સુંદર વાછરડીને જન્મ આપતાં પરિવાર બન્યો ભાવવિભોર, 57 કિલો પેંડા વહેંચ્યા

ગુજરાતીઓનો ગાય પ્રેમ જાણીતો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો ગાયની માતાની જેમ જ પુજા કરવામાં આવે છે. હાલમાં ગૌપ્રેમનો એક એવો બનાવ સામે આવ્યો હતો, જેને બધાને વિચારતા કરી દીધા હતા. સામાન્ય રીતે દીકરા કે દીકરીનો જન્મ થાય તેને સાકર કે પેંડા ભારોભાર જોખવામાં આવે અને એ સાકર કે પેંડા ગામમાં વહેંચવામાં આવે છે. પણ તમે ક્યારે સાંભળ્યું છે કે ઘરે વાછરડીનો જન્મ થાય તો પેંડા વહેંચવામાં આવે? પણ આવો બનાવ હકીકતમાં સામે આવ્યો છે.

કુતિયાણા તાલુકાના ઉજ્જડ થેપડા ગામે ભરતભાઈ અરભમભાઇ કેશવાલા નામના યુવાનની વાડીએ એક ગંગા નામની ગીર ગાય છે. હાલમાં આ ગંગા નામની ગાયે સુરભિ નામની વાછરડીનો જન્મ આપ્યો હતો. સુંદર વાછરડીને જોઈને પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. આ પરિવારે વાછરડીને શાનદાર આવકાર આપતાં વાછરડીને 57 કિલો પેંડાથી જોખી હતી. આ પેંડા સબંધીઓને અને ગામલોકોને આપીને મીઠું મોઢુ કરાવ્યું હતું.

આ અંગે પશુપાલક રતભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે અમે ગાયને અણારા પરિવારના સભ્યની જેમ જ સાચવીએ છીએ. તેના રહેઠાણની પણ પૂરતી વ્યવસ્થા અને કાળજી રાખીએ છીએ. ગાયે વાછરડીને જન્મ આપતાં અમારા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો અને અમે તેની પેંડા વહેંચીને ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this thrilling experience of imagination and let your thoughts fly! ? Don’t just read, savor the thrill! ? ? will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page