Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalકોઈ સાસરિયા આવું ના કરે! સસરાએ લાડલી વહુને આપી કિડનીને મરતાં બચાવી

કોઈ સાસરિયા આવું ના કરે! સસરાએ લાડલી વહુને આપી કિડનીને મરતાં બચાવી

દીકરીઓ તેમના પિતાની લાડલી હોય છે, પણ જ્યારે દીકરી વહુને બનીને સાસરિયે જાય છે ત્યારે સ્થિતિ બદલાય જાય છે. સાસુ-સસરા પાસેથી દીકરી જેવો જ પ્રેમ કોઈના નસીબમાં જ હોય છે. આવી જ એક ખૂબ નસીબદાર વહુ છે  પ્રિયંકા કોઠવાલ. વહુ જ્યારે જિંદગીને મોત વચ્ચે જોલા થાઈ રહી હતી ત્યારે સસરા મસિહા બનીને આવ્યા હતા અને વહુનો જીવ બચાવ્યો હતો.

હરિયાણામાં થોડાક દિવસ પહેલાં આ માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો હતો. હરિયાણાના કરનાલ જિલ્લાના તરાવડીમાં રહેતાં મોહન લાલ કાઠપાલ (65)એ પોતાની વહુ પ્રિયંકા કાઠપાલ (33)નો જીવ બચાવવા માટે પોતાની કિડની દાનમાં આપી દીધી. મોહાલીમાં ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયું હતું. ડાયરેક્ટર ડો. રાકા કૌશલે જણાવ્યું હતું કે, મોટાભાગના કેસોમાં આપણે જોયું છે કે જ્યારે પ્રિયજનોને કિડની દાન કરવાની વાત આવે છે ત્યારે લોહી અને પ્રેમના બંધન તૂટી જાય છે, પરંતુ આ કિસ્સામાં મોહને તેની પુત્રવધૂને કિડની આપીને એક દાખલો બેસાડ્યો છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ પછી તરત જ મોહનલાલ કાઠપાલે તેમની પુત્રવધૂની સ્થિતિ વિશે પૂછ્યું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે અમારી લાઇફમાં બધું બરાબર ચાલી રહ્યુ હતુ. પ્રિ-મેચ્યોર બાળકના જન્મ પછી મુશ્કેલીઓ અને ચેપની સારવારમાંથી પસાર થવું પડ્યુ હતુ. જેના કારણે તેની કિડનીને નુકસાન થયું હતું. પ્રિયંકાએ કહ્યું કે, મારા સસરાના કારણે મારો બીજો જન્મ થયો છે.

પ્રિયંકાએ કહ્યુ, મને શરૂઆતથી જ વધારે કોમ્પ્લિકેશન હતા મને શ્વાસ લેવાતો ન હતો અને હું પુરી રીતે પ્લાઝમાં ઉપર જ હતી. ડોક્ટરોએ કહી દીધુ કે, આમને ઘરે ઈને જાવ અને ઘરેથી જ ડાયાલિસીસ કરાવો. પરંતુ ઘરે પણ મારી તબિયત બગડતી હતી, મને શ્વાસ લેવામાં તકલીફ રહેતી હતી. એક રાત્રે 1-2 વાગ્યે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ તો એમ્બ્યુલન્સમાં કરનાલ હોસ્પિટલ લઈ જવામાં આવી.

ત્યારે ડોક્ટરોએ કહ્યુ કે, પાણી હાર્ટ ઉપર ભરાઈ જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અને મારી કિડની ટ્રાંસપ્લાન્ટ કરવી પડશે, પહેલાં મારા પતિ કીડની આપવા તૈયાર થયા હતા પરંતુ મારા બાળકો નાના હોવાને કારણે મે તેમની કિડની લેવાની ના પાડી હતી. પરંતુ બાદમાં મારા સસરાએ મને કિડની આપવાનું કહ્યુ હતુ અને તે બાદ અમે મોહાલી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, અમારું બ્લડ ગ્રુપ એક હોવાને કારણે અને અમારા સેમ્પલ મેચ થવાને કારણે તેમણે મને કિડની આપી હતી. અને હું મારા સસરાની દિલથી આભારી છું. અને મારા સસરા જેવા સસરા દરેક વહુને મળે.

મોહનલાલે કહ્યુ, મે બાળકોને જોયા તો તેઓ ઘબરાયેલાં હતા. ત્યારે મે વિચાર્યુ મારે જ કિડની ડોનેટ કરવી જોઈએ, પરિવારમાં બાળકોને ખુશ રાખવા કંઈ પણ કરવું જોઈએ. જો ઘરમાં બાળકો ખુશ હોય તો અમે પણ ખુશ રહીએ. જ્યારે અમે હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરોએ મને પણ ખુબ સમજાવ્યોકે, આ ઓપરેશન મોટું છે અને તેનાં કોઈ પણ પરિણામ આવી શકે છે.

પરંતુ હું કિડની ડોનેટ કરવા માટે મક્કમ હતો. અને મે કિડની ડોનેટ કરી. પ્રિયંકાએ કહ્યુ, ડોક્ટરોએ મને ભીડની વચ્ચે જવાની ના પાડી છે. બાળકો નાના છે તો એમને હું ઉઠાવી શકતી નથી કારણકે ઈંફેક્શન લાગી શકે છે. અને હવે હું બધુ જ ખાઈ શકુ છું, પહેલાં હું દિવસનું માત્ર 500 એમએલ પાણી જ પી શકતી હતી. હવે બધુ જ ખાઈ શકું છું તો ખુશ છું.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your mind roam! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ✨

  2. I engaged on this gambling website and managed a considerable cash, but eventually, my mom fell ill, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I plead for your support in bringing attention to this site. Please support me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I played on this gambling site and earned a substantial sum of money. However, later on, my mom fell critically sick, and I wanted to withdraw some money from my wallet. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I earnestly ask for your help in bringing attention to this issue with the platform. Please help me in seeking justice, to ensure others do not face the anguish I’m facing today, and avert them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page