Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodશક્તિ કપૂરની છોકરીને ઊંચી એડીમાં ચાલતા ના ફાવ્યું, જુઓ જાહેરમાં કેવો કર્યો...

શક્તિ કપૂરની છોકરીને ઊંચી એડીમાં ચાલતા ના ફાવ્યું, જુઓ જાહેરમાં કેવો કર્યો તમાશો?

મુંબઈઃ ‘હાઈ હિલ તે નચે તન તું બડી જચે, હાઈ તે…’ આ ગીત છોકરીઓને હાઈ હિલ પ્રત્યે કેટલો પ્રેમ છે, તે દર્શાવે છે. જોકે, હાઈ હિલ પહેરવાને કારણે છોકરીઓને પગમાં કેટલો દુખાવો થાય તેની પીડા માત્રે તેમને ખબર હોય છે. ઘણીવાર હાઈ હિલમાં ચાલતા પણ ભાવતું નથી. હાલમાં જ શ્રદ્ધા કપૂર ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ના ટ્રેલર લોન્ચમાં જોવા મળી હતી. એ સમયે શ્રદ્ધાએ પેન્સિલ હિલના સેન્ડલ પહેર્યાં હતાં. જોકે, હિલ વધારે હોવાથી તે સરખી રીતે ચાલી શકતી નહોતી.

નોરા અને મેનેજરની મદદ લીધીઃ
શ્રદ્ધાએ વનસાઈડ ઓફ શોલ્ડર વન પીસ પહેર્યું હતું. આ વન પીસ એકદમ ટાઈટ હતું. અધૂરામાં પૂરું શ્રદ્ધાએ હાઈ હિલ પહેરી હતી, જેને કારણે તેને ચાલતા બિલકુલ ફાવતું નહોતી. પડી ના જવાય તે માટે શ્રદ્ઘાએ પોતાના મેનેજર તથા એક્ટ્રેસ નોરા ફતેહીની મદદ લીધી હતી. તે બંનેના હાથ પકડીને ધીમે-ધીમે ચાલતી હતી.

ટ્રેલર લોન્ચ પહેલાં વડાપાઉં ખાધુ
શ્રદ્ધા કપૂરની વડાપાઉં ખાતી તસવીરો વાયરલ થઈ છે. ટ્રેલર લોન્ચ પહેલાં શ્રદ્ધા વડાપાઉં ખાતી હતી. આ જોઈને એમ જ લાગે કે શ્રદ્ધા પણ વડાપાઉં જોઈને લલચાઈ જાય છે.

24 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે
રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ 24 જાન્યુઆરી રિલીઝ થશે. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર તથા નોરા ફતેહી છે. વરુણ ધવન ભારતીય છે અને શ્રદ્ધા કપૂર પાકિસ્તાની બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પુનિત પાઠક, ધર્મેશસર પણ છે. આ ફિલ્મમાં પહેલાં કેટરીનાને લેવામાં આવી હતી પરંતુ કેટરીનાએ ‘ભારત’ સાઈન કરતાં તેણે ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માં કામ કરવાની ના પાડી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page