Monday, April 15, 2024
Google search engine
HomeNationalવ્હેલ માછલીની ઉલ્ટી મળી જાય તો તમે કરોડપતિ બની શકો છો

વ્હેલ માછલીની ઉલ્ટી મળી જાય તો તમે કરોડપતિ બની શકો છો

મુંબઈ: ઉલ્ટી, શબ્દ સાંભળીને જ તમારું મોઢું બગડી જશે. પણ તમને ખબર છે ઉલ્ટી (વોમિટ)થી તમે કરોડપતિ બની શકો છો. થોડાંક દિવસ પહેલા મુંબઈ પોલીસે એક વ્યક્તિને ઝડપ્યો હતો. કેમ કે તે ઉલ્ટી વેચવા મુંબઈ આવ્યો હતો. આ કોઈ સામાન્ય ઉલ્ટી નહોતી. આ વ્હેલ માછલીની ઉલ્ટી હતી, જેની કિંમત કરોડોમાં હોય છે અને તેનાથી પર્ફ્યૂમ બને છે.

મુંબઈમાં પોલીસના હાથે ઝડપાયેલા શખ્સ પાસે 1.3 કિલો ઉલ્ટી ઝડપાઈ હતી. બજારભાવમાં તેની કિંમત 1.70 કરોડ રૂપિયા છે. આ શખ્સ સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

શું ખાસ છે આ ઉલ્ટીમાં?

આ ઉલ્ટી સ્પર્મ વ્હેલની છે. વિકસિત સ્પર્મ વ્હેલની 49થી 59 ફૂટ લંબાઈ અને 35થી 45 ટન વજન હોય છે. ધરતી પર આજે જેટલાં પણ જીવ છે તેમાં સૌથી મોટું મગજ સ્પર્મ વ્હેલનું છે. આ વ્હેલનો પસંદગીનો ખોરાક કટલ કિશ અને સ્કિડ હોય છે.

સ્પર્મ વ્હેલની જે ઉલ્ટી મુંબઈમાં સ્મગલ કરતા પકડાઈ હતી તેને એમ્બરગ્રિસ કહેવામાં આવે છે. જોકે સ્પર્મ વ્હેલ દ્વારા કરુવામાં આવતી તમામ ઉલ્ટી એમ્બરગ્રિસ હોતી નથી. વાત એમ છે કે સ્પર્મ વ્હેલ સ્કિડ અને કટલ ફિશના હાડકાં પચાવી શકતી નથી, જેને ઉલ્ટી કરીને શરીરથી બહાર કાઢી નાખે છે, પરંતુ ઘણી વખત તે વ્હેલના આંતરડામાં રહી જાય છે. આંતરડામાં ધીમે ધીમે હાડકાંના આવા નાના ટૂકડા ભેગા થઈને મોટા થઈ જાય છે. આમાં ગુંદનું કામ કરે છે બાઈલ. (વ્હેલના લીવરથી નીકળતો પાચક રસ). આવી રીતે વ્હેલના આંતરડામાં બને છે એમ્બરગ્રિસ.

એમ્બરગ્રિસ વ્હેલના શરીરમાં આંતરડામાં બને છે, પણ બહાર કેવી રીતે આવે છે તેમાં અલગ અલગ મત છે. એક મત એવો છે કે વ્હેલ એમ્બરગ્રિસને બહાર કાઢે છે. બીજો મત એવો છે કે વ્હેલના મળ સાથ બહાર આવે છે. ત્રીજો એવો પણ એક મત છે કે એમ્બરગ્રિસ વ્હેલના રેક્ટમમાં ફસાઈ છે. જ્યાં તે ધીમે ધીમે એવડું મોટું કદ બની જાય છે કે વ્હેલનું મળાશય ફાટી જાય છે. જોકે આજ સુધી ક્યારેક ક એવું બન્યું હશે કે એમ્બરગ્રિસ કોઈ વ્હેલના કંકાલમાંથી મળ્યું હોય. ફક્ત 5 ટકા કિસ્સામાં આવું બન્યું છે.

ઉલ્ટીમાંથી કેવી રીતે બંને છે પરફ્યૂમ

એક વખત સ્પર્મ વ્હેલ એમ્બરગ્રિસને શરીરથી બહાર કાઢી નાખે છે, તો આ ચિકણો અને કાળા રંગનો પદાર્થ પાણીમાં તરવા લાગે છે. જેમાંથી ખૂબ જ તેજ દુર્ગંધ આવે છે. પરંતુ સમય સાથે સમુદ્રના પાણી અને તડકાંની અસર થાય છે અને દુર્ગંધ ઓછી થવા લાગે છે. કાળા રંગનો પદાર્થ બદલીને ગ્રે અને પછી સફેદ બની થાય છે. જેમ જેમ રંગ બદલાય છે કેમ દુર્ગંધની જગ્યા સુગંધ લઈ લે છે. સમુદ્રમાં તરતાં તરતાં એમ્બરગ્રિસ કાંઠા સુધી આવી જાય છે. ઘણી વખત આમાં વર્ષો લાગી જાય છે. સમય સાથે એમ્બરગ્રિસની સુગંધ વધી જાય છે.

એમ્બરગ્રિસમાંથી એમ્બરીન નામનો પદાર્થ છૂટો પાડવામાં આવે છે. જેમાં સુગંધ હોતી નથી, પરંતુ પર્ફ્યૂમ ભેળવવાથી તેની ખુશ્બુ વધુ સમય સુધી બની રહે છે. માણસ પરફ્યૂમ માટે અંદાજે 1000 વર્ષથી એમ્બરગ્રિસનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ ઘણા વર્ષો સુધી આપણને ખબર નહોતી કે આ ખરેખર વ્હેલની ઉલ્ટી છે.

આટલી કિંમત કેમ હોય છે ઉલ્ટી?

સ્પર્મ વ્હેલમાં પણ ખૂબ ઓછી વ્હેલ હોય છે જે એમ્બરગ્રિસ બનાવે છે. પછી સમુદ્રમાં તરતી કાંઠે આવેલી એમ્બરગ્રિસ કોઈને મળી જાય તો એ ચાન્સની વાત છે. એટલા માટે તે ખૂબ જ મોંઘી હોય છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just enjoy, savor the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

  2. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind soar! ? Don’t just enjoy, experience the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page