Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratપહેલાં ત્રણ દીકરીઓ હતી, હવે મહિલાએ એક સાથે આપ્યો ત્રણ-ત્રણ દીકરાને જન્મ

પહેલાં ત્રણ દીકરીઓ હતી, હવે મહિલાએ એક સાથે આપ્યો ત્રણ-ત્રણ દીકરાને જન્મ

છપરાઃ સામાન્ય રીતે મનુષ્ય પ્રજાતિમાં એક કે ટ્વિન્સનો જન્મ થાય છે. છપરાના એકમામાં એક અનોખી ઘટના બની હતી, જ્યાં એક મહિલાએ ત્રણ બાળકોને એક સાથે જન્મ આપ્યો હતો. બુધવાર, 21 જુલાઈના રોજ પ્રખંડ સ્થિત તરવનિયા ગામમાં એક મહિલાએ ત્રણ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરા ને માતાને જોવા માટે સ્ત્રીઓની ભીડ જમા થઈ ગઈ હતી.

જન્મ આપનારી મહિલા બેંજુ વાદક વકીલ મહતોની પત્ની ધર્મશીલા દેવી છે. પરિવારના મતે, સર્જરી વગર જ નોર્મલ રીતે ત્રણેય બાળકોનો જન્મ થયો હતો. આ જોઈને ડોક્ટરને પણ નવાઈ લાગી હતી. છપરાના ડોક્ટર વિનોદ કુમારીની દેખરેખમાં ડિલિવરી થઈ હતી. ત્રણેય બાળકો એકદમ સ્વસ્થ છે. વકીલને પહેલાં જ ત્રણ દીકરીઓ હતી અને હવે ત્રણ દીકરાઓ થયા. આમ વકીલ છ સંતાનોનો બાપ બની ગયો.

ડોક્ટરે કહ્યું, આ છે અનોખી ઘટનાઃ ડો વિનોદ કુમારીના પ્રાઇવેટ દવાખાનામાં મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટરે કહ્યું હતું કે આ એક અદ્દભૂત ઘટના છે. ગર્ભમાં એક સાથે ત્રણ બાળકો માતા માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે, અહીંયા ત્રણેય બાળકોનો જન્મ નોર્મલ રીતે થયો છે. મેડિકલ માટે આ એક રિસર્ચનો વિષયો છે. હાલમાં માતા તથા ત્રણેય બાળકો સ્વસ્થ છે.

ગામવાસીઓએ કહ્યું, દૈવીય ચમત્કારઃ ત્રણે બાળકોને જન્મ આપનાર મહિલાના ગામના લોકો આ ઘટનાને દૈવીય ચમત્કાર માની રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મહિલાને પહેલેથી જ ત્રણ દીકરીઓ છે. પૂજા પાઠ તથા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાને કારણે એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો છે. ગામવાસીઓના મતે, બેંજૂ પ્લેયર વકીલ મહતો મિલનસાર તથા સામાજિક વ્યક્તિ છે. આ જ કારણે ભગવાને તેને ત્રણ પુત્રો આપ્યા છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your imagination fly! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

  2. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page