Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightઆ લગ્ન છે જરા હટકે, વરરાજાએ માત્ર શ્રીફળ-કંકુ લઈને દુલ્હન સાથે ફર્યાં...

આ લગ્ન છે જરા હટકે, વરરાજાએ માત્ર શ્રીફળ-કંકુ લઈને દુલ્હન સાથે ફર્યાં ફેરા

હોશંગાબાદઃ ન્યાસ કોલોનીમાં રહેતા વિક્રમે આસફાબાદની એક્તા સાથે હિંદુ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. વિક્રમ અને એકતાની જોડી અને તેમની પહેલની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યાં છે. 31 વર્ષીય લોકો પાયલટ વિક્રમ ચૌરેએ દહેજ ના લેવાનો સંકલ્પ લેતા ભેટ તરીકે ના દહેજને લેવાનો પણ ઈન્કાર કર્યો હતો. તેણે ભેટના નામે મળતા દહેજને પણ લગ્નથી અલગ રાખી દહેજ મુક્ત લગ્નનું ઉદાહરણ રજૂ કર્યું હતું.

વિક્રમની એકમાત્ર શરત હતી અને તે હતી દહેજ મુક્ત લગ્ન. શગુન કહીને ભેટ આપવાનો પ્રયાસ યુવતીના પક્ષે કર્યો હતો. આ અંગે વિક્રમે લગ્ન કરાવનાર પંડિત સાથે ચર્ચા કરી માત્ર શ્રીફળ અને હલ્દીના તિલક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે દુલ્હન પક્ષ પણ ઘણો ખુશ થયો હતો. દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કે, તેના લગ્ન થાય ત્યારે પિતાને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે અને વિક્રમે તે સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.

પાંજરા કલાના ગંગાવિશનના લોકો પાયલટ વિક્રમના લગ્ન જાસલપુરની એકતા સાથે થવાનો હતો. એકતા સીહોર જીલ્લા હોસ્પિટલમાં સ્ટાફ નર્સ છે. રિંગ સેરેમની થયા બાદ વિક્રમે પોતાના પરિવારમાં આ વાત રાખી તો અમુક સભ્યોએ કહ્યું કે, તેઓ કોઈ ડિમાન્ડ નથી રાખી રહ્યાં પરંતુ અમુક વસ્તુઓ શગુનની હોય છે જેનો ઈન્કાર ના કરી શકાય.

જેની પર વિક્રમે કહ્યું કે, ‘લગ્નમાં શગુન કે ભેટ એ દહેજ જ છે. જો કોઈ સામાન લેશું તો તે અમુક દિવસમાં તૂટી જશે. જ્યારે દહેજ મુક્ત લગ્ન કરવાથી જે માન મળશે તે સતત વધતું જશે.’વિક્રમે પોતાના પરિવાર સાથે વાત કર્યા બાદ એકતાના જીજા સાથે વાત કરી પોતાની ઈચ્છા એકતાના પરિવાર સુધી પહોંચાડી.

વિક્રમે ઘર સંસાર માટે જરૂરી સામાન પોતાની બચતમાંથી જ ખરીદી પોતાની પાસે રાખ્યો હતો. લગ્નનો ખર્ચ બંને પરિવારે ભોગવ્યો હતો. એકતાના પિતા રિખીરામે જણાવ્યું કે, ‘સરકારી નોકરીમાં હોવા છતાં વિક્રમના પરિવારના દહેજ મુક્ત લગ્નના વિચાર સમાજ માટે આદર્શ ઉદાહરણ છે.’

RELATED ARTICLES

6 COMMENTS

  1. I participated on this online casino site and managed a significant sum of money, but eventually, my mom fell sick, and I needed to take out some funds from my casino account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your assistance in reporting this website. Please help me in seeking justice, so that others won’t have to undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? ? into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  3. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your imagination roam! ✨ Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page