Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodનટુકાકા-બાધાની જોડી તૂટી, તન્મય વેકરીયાએ કહ્યું- બાધો જન્મ જ નટુકાકાની કારણે થયો...

નટુકાકા-બાધાની જોડી તૂટી, તન્મય વેકરીયાએ કહ્યું- બાધો જન્મ જ નટુકાકાની કારણે થયો છે

નટુકાકા નામ પડે એટલે સામે એક હસતો ચહેરો તરી આવે. જોકે ચાહકોને હવે આ ચહેરો યાદો જ જોવા મળશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ગઈકાલે કેન્સર સામેનો જંગ હારી ગયા હતા. તેમણે 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

આ દુખદ સમાચાર મળતાં જ લાખો ચાહકોને આઘાત લાગ્યો છે. સીરિયલના કલાકારો પણ શોક છે. તેઓ માનવા જ તૈયાર નથી કે નટુકાક હવે આપણી વચ્ચે નથી. નટુકાકાના સાથી બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરીયા પણ આ સમાચારથી ભાવુક થઈ ગયો છે.

ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ દિવ્ય ભાસ્કરે બાઘાનું કિરદાર નિભાવતા તન્મય વેકરીયા સાથે વાત કરી હતી. જેમાં તન્મય વેકરીયાએ કહ્યું હતું કે રવિવારે સાંજે ઘનશ્યામભાઈ ઘ(નટુકાકા)ના દીકરા વિકાસનો મને ફોન આવ્યો અને મારું મગજ સુન્ન થઇ ગયું. હું સાચું માનવા તૈયાર જ નહોતો કે નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે. હું ત્રણ દિવસ રાજકોટ હતો. પછી નાથદ્વારા ગયો અને હજુ ગઈકાલે જ મુંબઈ પહોંચ્યો પણ મને મેલેરિયા થઇ ગયો છે. અતિશય નબળાઈ છે, હું નટુકાકાના અંતિમ દર્શન કરી શકીશ કે નહીં, તે નક્કી નથી.

નટુકાકાને યાદ કરતાં બાઘા એટલે કે તન્મય વેકરીયાએ જણાવ્યું હતું કે મને તો બહુ જ મોટી ખોટ સાલશે. અમારી જોડી તૂટી ગઈ. સાથે કામ તો કરતા જ, પણ શૂટિંગમાં સાથે જમતા. એ ટિફિન લઇ આવે. નટુકાકા ભાખરી-શાક કે રોટલી-શાકનું સાદું ભોજન જ લેતા. અમે ક્યારેક નબળાં પરફોર્મન્સના કારણે નિરાશ થઇ જાઈએ તો એ કાયમ મોટીવેટ કરતા. એમનો સરળ, સાલસ અને નિર્દોષ સ્વભાવ કાયમ યાદ આવશે.

તન્મય વેકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં ઘનશ્યામભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું ઓપરેશન હતું. ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકા પાછા ના આવે ત્યાં સુધી કોણ? એટલે મને નટુકાકાના ભત્રીજા બાઘા તરીકે એન્ટ્રી મળી. પછી જયારે તે પરત સેટ પર આવ્યા ત્યારે બાઘાના જવાનો સમય થઇ ગયો.

પણ નટુકાકા અને બાઘાની જોડીને લોકોએ પસંદ કરી હતી. ઘનશ્યામભાઈએ જ સીરિયલના નિર્માતા આસિતભાઈને કહ્યું કે, તન્મયને બાઘાના રોલમાં કન્ટીન્યૂ રાખો. એટલે હું તો એમ જ કહું છું કે, બાઘાને નટુકાકાએ જન્મ આપ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page