Tuesday, April 23, 2024
Google search engine
HomeInternationalમુકેશ અંબાણી ખરીદશે આ આલિશાન હોટલ, અંદરથી છે એકદમ રોયલ

મુકેશ અંબાણી ખરીદશે આ આલિશાન હોટલ, અંદરથી છે એકદમ રોયલ

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી લક્ઝુરિયસ રિયલ એસ્ટેટમાં બહુ જ રસ ધરાવે છે. લંડનમાં ઐતિહાસિક પ્રોપર્ટી પાર્ક ખરીદવાના થોડા દિવસો બાદ હવે તેમની કંપની ન્યૂયોર્કના પ્રીમિયમ લક્ઝરી હોટલ Mandarin Orientalને ખરીદવાની તૈયારી કરી રહી છે. આ પ્રોપર્ટી ભલે ઈતિહાસમાં સ્ટોક પાર્કથી મુકાબલો કરી શકો નથી પરંતુ લક્ઝરીના મામલે આ બહુ જ ખાસ છે. આ ફક્ત દુનિયાની સૌથી મોંઘી હોટલોમાંથી એક નથી પંરતુ ઘણા હોલિવૂડ સેલેબ્સની પહેલી પસંદગી હોટલ પણ છે.

Mandarin Orientalની વેબસાઈટ પર મુકવામાં આવેલ જાણકારી પ્રમાણે, આયરલેન્ડના અભિનેતા લિયામ નીસન અને અમેરિકી અભિનેત્રી લૂસી લિયુ સહિત ઘણાં હોલિવૂડ સેલેબ્સ માટે આ પસંદગીવાળી હોટલમાંથી એક છે. આ હોટલ હડસન નદીના રિવરવ્યૂ માટે બહુ જ ફેમસ છે. આ હોટલ એક મોટી બિલ્ડીંગમાં આવેલી છે અને તેનો વિસ્તાર 35થી 54 ફ્લોર સુધી છે.

ન્યૂયોર્કના પ્રાઈમ લોકેશન પ્રિસ્ટીન સેંટ્રલ પાર્ક અને કોલંબસ સર્કિલની પાસે આવેલા આ હોટલ 2003માં બનીને તૈયાર થઈ હતી. જેમાં 248 રૂમ અને સ્યુટ્સ છે. અહીં રોકાવવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછા 55000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ હોટલમાં સૌથી સસ્તો રૂમ 745 ડોલર રોજ ભાડું છે.

હોટલના ORIENTAL SUITEનું ભાડું સાંભળીને તમારા હોંશ ઉડી જશે એ નક્કી. તેમાં એક રાત વિતાવવા માટે 14 હજાર ડોલર એટલે 10 લાખ રૂપિયાથી પણ વધારે છે. હોટલમાં આનાથી પણ વધારે લક્ઝરી ઓપ્શન છે. 53માં ફ્લોર પર Presidential Suite અને Suite 5000નું ભાડું તેનાથી પણ બહુ વધારે છે.

ન્યૂયોર્કના જાણીતા ફેશન ડિઝાઈનર વિવિએન ટેમ હોટલના સિગ્નેચર ફેન ડિઝાઇન કરે છે, જે હોટેલની લોબીમાં છે. ડિઝાઈનર ડેલ ચિહુલીએ હોટલમાં કાચના બે શિલ્પ બનાવ્યા છે જેમાં વોટરફોર્ડ ક્રિસ્ટલ સૌનું ધ્યાન ખેંચે છે. વોટરફોર્ડ ક્રિસ્ટલનું વજન આશરે 2,100 પાઉન્ડ છે અને તેમાં 683 જેટલા હાથેથી જોડેલા કાચના ટુકડા છે. બીજું શિલ્પ 35મા માળની લોબીમાં છે, ચિહુલીએ બનાવેલું પ્રથમ શિલ્પ છે.

અહીંનો સ્પા એ મેનહટનમાં માત્ર બે ફોર્બ્સ ફાઇવ-સ્ટાર સ્પામાંનો એક છે (બીજો પેનિન્સુલા ન્યૂયોર્ક સ્પા છે) તે હોટેલના 35મા અને 36મા માળે છે. આ સ્પા 14,500 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ હોટલના 64મા માળે 64 જેટલી અલગ રેસિડેન્સી છે, જે આલિશાન બંગલા જેવો અનુભવ આપે છે. આ પ્રાઈવેટ એપાર્ટમેન્ટ જ માની લો. આ એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી હાઉસ કીપિંગ, રૂમ સર્વિસ અને ફિટનેસ સેન્ટરનો સમાવેશ થાય છે. આ હોટલ હવે મુકેશ અંબાણીએ 728 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ આ સોદો લગભગ 9.81 કરોડ ડોલર (લગભગ 728 કરોડ રૂપિયા)માં કરવા જઈ રહી છે. શેર બજારને આપેલી માહિતીમાં રિલાયન્સે કોલંબસ સેન્ટ્રલ કોર્પોરેશન સાથે હોટેલને ખરીદવા માટે કરાર કર્યા હોવાની જાણકારી આપી હતી. એક જ વર્ષમાં રિલાયન્સે આ બીજી હોટેલ ખરીદી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! ? Dive into this exciting adventure of imagination and let your imagination soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page