Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાનો કયો બોલર World Cupના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર સાબિત થયો

ટીમ ઈન્ડિયાનો કયો બોલર World Cupના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર સાબિત થયો

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય રિસ્ટ સ્પિનર યુજવેન્દ્ર ચહલનો જાદૂ બર્મિંઘમમાં ચાલ્યો નહતો. ચહલની ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ખુબ ધોલાઈ કરી હતી અને તે વિશ્વકપ ઈતિહાસમાં ભારત તરફથી એક મેચમાં સૌથી વધુ રન આપનારો પ્રથમ બોલર બની ગયો છે. આ સાથે તેના વન-ડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે.

યુજવેન્દ્ર ચહલે વિશ્વકપ 2019ની લીગ મેચમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ખૂબ મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાના સ્પેલની 10 ઓવરમાં કુલ 88 રન આપ્યા હતા અને તેને એકપણ સફળતા મળી નહોતી. આ મેચમાં તેની ઈકોનોમી 8.80ની રહી હતી. ચહલ હવે વિશ્વકપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ રન આપનારો બોલર બની ગયો છે.

ચહલ પહેલા આ રેકોર્ડ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથના નામે હતો. તેણે 2003ના વિશ્વ કપની એક મેચમાં કુલ 87 રન આપ્યા હતા. હવે આ ખરાબ રેકોર્ડ ચહલના નામે થઈ ગયો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your mind fly! ✨ Don’t just read, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page