Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Bottomકેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડરે વર્લ્ડ કપની સૌથી લાંબી સિક્સર ફટકારી

કેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડરે વર્લ્ડ કપની સૌથી લાંબી સિક્સર ફટકારી

વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝની મેચ દરમિયાન કેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડરે ટૂર્નામેન્ટની સૌથી લાંબો છગ્ગો ફટકારીને નવો રેકોર્ડન બનાવ્યો છે. હોલ્ડરે 105 મીટર લાંબી સિક્સ ફટકારી હતી જેમાં બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો હતો. તેણે આ છગ્ગા વડે પોતાના જ ટીમમેટ શિમરોન હેટમાયરના 104 મીટર લાંબા છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

હોલ્ડરે બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મોર્તઝાની બોલિંગમાં મિડ વિકેટની ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો. વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ્સની 43મી ઓવરમાં હોલ્ડરે ફટકારેલી આ સિક્સ એટલી લાંબી અને ઊંચી હતી કે, દર્શકો જોતાં જ રહી ગયા હતાં. હોલ્ડરે માત્ર 15 બોલમાં 33 રનની જોરદાર ઈનિંગ્સ રમી. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતાં.

આ જ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના અન્ય એક બેટ્સમેન શિમરોન હેટમાયરે પણ 104 લાંબી સિક્સર ફટકારી હતી. તેણે મોસાદેક હુસૈન દ્વારા ફેંકવામાં આવેલી 38મી ઓવરમાં આ સિક્સ ફટકારી હતી જેના કારણે આ બોલ સ્ટેડિયમની બહાર જતો રહ્યો હતો. આ ટૂર્નામેન્ટ સૌથી લાંબી સિક્સ હતી પણ હોલ્ડરે 25 મીનટની અંદર જ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your thoughts roam! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page