શિખર ધવનના 10 વર્ષ મોટી પત્ની સાથે છૂડાછેડા થયા, 9 વર્ષના લગ્નજીવન બાદ છૂટા થતાં ફેન્સને લાગ્યો ઝટકો

Sports

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના તેની પત્ની આયશા મુખર્જી સાથે ડિવોર્સ થઈ ગયા છે. આયશાએ આની જાણકારી પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. ધવને વર્ષ 2012માં પોતાનાથી 10 વર્ષ મોટી આયાશા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2014માં દંપતીએ બાળક જોરાવરને જન્મ આપ્યો હતો. લગ્નના 9 વર્ષ બાદ ડિવોર્સના સમાચારથી ફેન્સને આંચકો લાગ્યો છે. જોકે શિખર ધવનનું આ અંગે કોઈ નિવેદન હજી સુધી આવ્યું નથી.

વર્ષ 2020માં શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે સંબંધમાં તિરાડ આવી હતી. બંનેએ એકીબીજાને સોશ્યલ મીડિયા પર અનફોલો કરી દીધ હતા. એટલું જ નહીં આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શિખરની તસવીરો હટાવી દીધી હતી. જોકે શિખરના ઇન્સ્ટાગ્રામ પર હજી આયશાની તસવીરો છે.

આયશાએ ડિવોર્સ અંગે એક ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યું છે- ‘‘એક વખત ડિવોર્સ થઈ ચૂક્યા છે, અને લાગી રહ્યું છે કે બીજી વખત ઘણું બધું દાવ પર લાગ્યું હતું. ઘણું બધું સાબિત કરવું હતું. એટલા માટે મારા બીજા લગ્ન તૂટ્યા એ ખૂબ ડરામણું હતું. મેં વિચાર્યું હતું કે ડિવોર્સ ગંદો શબ્દ છે, પણ પછી મારા બે વખત ડિવોર્સ થઈ ગયા. જ્યારે પહેલી વખત મારા ડિવોર્સ થયા, ત્યારે હું ખૂબ ડરેલી હતી. મને લાગ્યું લાગ્યું કે હું નિષ્ફળ ગઈ છું.’’

આયશાએ આગળ લખ્યું, -‘‘મને એવું લાગે છે કે જાણે મેં બધાને નીચાજોણું કર્યું છે અને સ્વાર્થી જેવું લાગે છે. મને લાગે છે કે હું મારા માતા-પિતાને નિરાશ કરી રહી છું. મારા દીકરાને નીચું જોવા જેવું કરી રહી છું. અને કેટલિક હદ સુધી મને લાગે છે કે મેં ઈશ્વરને પણ અપમાનિત કર્યા છે. ડિવોર્સ ખૂબ ગંદો શબ્દ હતો. ’’

નોંધનીય છે કે આયાશના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન સાથે થયા હતા. આયાશાને આ લગ્નથી બે દીકરીઓ છે. તેની પહેલી દીકરીનો વર્ષ 2000માં જન્મ થયો તેનું નામ આલિયા છે. પછી આયશાએ વર્ષ 2005માં બીજી દીકરી રિયાને જન્મ આપ્યો હતો.

આયશા અને ધવનની લવસ્ટોરી ફેસબૂકથી શરૂ થઈ હતી. બંને વચ્ચે સ્પિનર હરભજનસિંહ કોમન ફ્રેન્ડ હતો. બંનેએ ફેસબૂક પર ખૂબ ચેટિંગ કરી હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને લગ્ન કરી લીધા હતા.

ધવનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો ધવન ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન છે. તે વે આઈપીએલના બીજા રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળશે. આઈપીએલ 2021નો બીજો રાઉન્ડ 19 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થશે. જેની ફાઈનલ મેચ 15 ઓક્ટોબર રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *