Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ કારણે થાય છે કારના સાઈલેન્સરની ચોરી, ચોર માટે છે જેકપોટ

આ કારણે થાય છે કારના સાઈલેન્સરની ચોરી, ચોર માટે છે જેકપોટ

ભીલવાડાઃ શહેરોમાં અમુક સમયથી કારના સાઈલેન્સર ચોરો માટે જેકપૉટ બન્યા છે. તેમની માટે સાઈલેન્સરની ચોરી સોના કરતા વધુ લાભદાયી સાબિત થઈ રહી છે. સાઈલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો તો પોલીસ પણ ચોંકી હતી. સાઈલેન્સરમાં પીજીએમ જેવી કિંમતી ધાતું હોય છે. જે સોના કરતા પણ વધુ કિંમતી હોય છે. આ કારણે ચોર કારના સાઈલેન્સર રાજસ્થાનથી ચોરી ઉત્તર પ્રદેશમાં વેચી લખપતિ બનવા માગતા હતા. શહેરની શુભાષનગર પોલિસે ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં 2 આરોપી ઉત્તર પ્રદેશના હતા.

એએસપી ગજેન્દ્રસિંહ જોધાએ જણાવ્યું કે, અમુક દિવસથી શહેરના પોશ વિસ્તારમાં ઘરની બહાર રહેલી કારમાંથી સાઈલેન્સર ચોરી કરવાની ઘટના વધી ગઈ હતી. પોલીસે પણ ચોંકી હતી કે, સાઈલેન્સરની ચોરી કોણ અને શા માટે કરી રહ્યું છે? એસપી વિકાસ શર્માએ ઘટનાની ગંભીરતાને જોતા તપાસના આદેશ આપ્યા હતા. જે પછી સુભાષનગરના એસઆઈ પુષ્પા કાસોટિયાના નેતૃત્ત્વમાં ટીમે આ ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

આરોપીઓએ કારના સાઈલેન્સર ચોરી ઉત્તર પ્રદેશમાં વેચવાની વાત કબૂલી હતી. આ ગેંગે 15 દિવસમાં 2 લાખ રૂપિયાના માલની ચોરી કરી હોવાની વાત પણ કબૂલી હતી. આરોપીઓએ ધરપકડ બાદ જણાવ્યું કે, આ સાઈલેન્સરને યુપીની ગેંગ ખરીદે છે, જે પછી પોલીસે યુપીની ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓએ જણાવ્યું કે, ઈકો કારનું સાઈલેન્સર 55 હજાર રૂપિયાથી વધુ કિંમતમાં આવે છે, સાઈલેન્સરમાં કેટેલિટીક કન્વર્ટર રહેલું હોય છે. જે પ્લેટિનમ ગ્રુપ ઓફ મેટલ્સ(પીજીએમ)થી બનતું હોય છે. પ્લેટિનમ, પેલેડીયમ અને રોડિયમના ભેગા થવાને પીજીએમ કહેવાય છે.

આ પીજીએમની કિંમત સોના કરતા પણ વધુ હોય છે. જે પછી સાઈલેન્સરમાંથી નીકળતી મેટલ ડસ્ટની કિંમત 3 થી 6 હજાર રૂપિયા સુધીની રહે છે. સાઈલેન્સરમાં લાગતા સેન્સર પણ ભારત બહારથી આવે છે, જેની કિંમત 10 હજાર જેટલી હોય છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your mind soar! ? Don’t just read, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page