Saturday, July 27, 2024
Google search engine
HomeFeature Rightમંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: નવા મોટર વ્હીકલ એક્ટને લઈ યુવા કોંગ્રેસે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક સ્કૂટર ઉઠાવ્યું હતું અને પોલીસ સાથે હાથાપાઈ બાદ જમીન પર પટક્યું હતું. ઉલ્લેખનીય છે કે, નવા મોટર વ્હીકલ એક્ટમાં ભારે દંડની જોગવાઈને લઈ લોકોમાં વિરોધ વધી રહ્યો છે.

ગત 1 સપ્ટેમ્બરે નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ભારે દંડ વસૂલવાના સમાચાર સામે આવ્યા છે. ટૂ-વ્હીલર પર પણ મોટો દંડ વસૂલવાની જોગવાઈ છે. ગુરૂગ્રામમાં ટૂ-વ્હીલરના માલિક પર 56 હજારનો દંડ ફટકારવાના સમાચાર આવ્યા હતા. સોમવારે દિલ્હીની રોહીણી કોર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાનું ચલણ જમા કરાવવાનો મામલો સામે આવ્યો છે.


નીતિન ગડકરીના ઘરની બહાર જ કોંગ્રેસના કાર્યકરોએ નવા મોટર વ્હીકલ એક્ટને લઈને પ્રદર્શન કર્યું હતું. જ્યાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. કોંગ્રેસ કાર્યકરોએ એક સ્કુટર ઉંચુ કરીને જમીન પર પટક્યું હતું.

દંડની ભારે રકમ પર વિરોધ બાદ સૌથી પહેલાં ગુજરાતે તેને ઓછો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, રાજ્ય આવું કરી ન શકે. ગુજરાત બાદ છત્તીસગઢ અને રાજસ્થાને પણ દંડની રકમ ઓછી કરવાના સમાચાર મળી રહ્યાં છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page