રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાનું વધાર્યું ટેન્શન, હોસ્પિટલ લઈ જવો પડ્યો

Bollywood Sports

લંડનઃ ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. તેને લીડ્સમાં મેચ રમાયા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જાડેજાના ઘૂંટણને સ્કેન કરવામાં આવ્યા છે.

સ્કેનનું પરિણામ આવ્યા બાદ ઈજાની ગંભીરતા ખ્યાલ આવશે. જાડેજાને હોસ્પિટલ લઈ જવાની વાત ત્યારે સામે આવી જ્યારે તેણે સો.મીડિયામાં હોસ્પિટલમાંથી એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે આ જગ્યા પર હોવું સારી વાત નથી.

જાડેજાને મેચના બીજા દિવસે બાઉન્ડ્રી પર બોલ પકડતા સમયે ઈજા થઈ હતી. તે થોડો સમય મેદાનની બહાર જતો રહ્યો હતો. જ્યારે તે પેવેલિયન પરત ફર્યો ત્યારે તેણે એક હાથથી પગ પકડ્યો તો. જોકે, પછી તે તરત મેદાન પર આવી ગયો અને બોલિંગ કરી હતી.

જાડેજા માટે ઇંગ્લેન્ડ સીરિઝની શરૂઆતની ત્રણ મેચ કંઈ ખાસ રહી નથી. તે બેટિંગ તથા બોલિંગ બંનેમાં નિષ્ફળ રહ્યો છે. લીડ્સ ટેસ્ટ મેચમાં બે વિકેટ લીધી હતી. બેટિંગમાં તેણે પહેલી ઇનિંગમાં 4 તથા બીજી ઇંનિંગમાં 30 રન કર્યા હતા. આ પહેલાં ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

જાડેજાને જો ચોથી ટેસ્ટ માટે અનફિટ જાહેર કરવામાં આવે છે તો સ્ટાર સ્પિનર આર અશ્વિનને લેવામાં આવશે. અશ્વિન સિરીઝની શરૂઆતના ત્રણ મેચમાં ટીમમાં નથી. ટીમ ઇન્ડિયા પ્રથમ ત્રણ મેચમાં 4-1ના કોમ્બિનેશન સાથે રમવા ઉતરી છે. હવે ઓવલ ટેસ્ટમાં પણ આ જ કોમ્બિનેશન સાથે રમે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *