Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratCM વિજય રૂપાણીની સરકારી કારનો વિમો નથી? જાણો

CM વિજય રૂપાણીની સરકારી કારનો વિમો નથી? જાણો

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રુપાણી વીમા વગરની સરકારી ગાડી વાપરી રહ્યા છે? તેવા ગઈકાલે સાંજથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે પરિવહન મંત્રી આરસી ફળદુએ મહત્વની સ્પષ્ટતા કરી હતી. આ મેસેજમાં mParivahan એપ પરથી લેવાયેલા સ્ક્રીનશોટ્સ ફરતા કરાઈને દાવો કરવામાં આવ્યો હતો કે, CMની ગાડીનો વીમો નથી. આ મેસેજ ફરતો થતાં જ હાલમાં આવેલા નવા નિયમોનો હવાલો આપી સીએમ પર જ સવાલ ઉઠાવવાનું શરુ કરી દીધું હતું.

આ અંગે પરિવહન મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે પણ મેસેજ ફરી રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તેમણે કહ્યું હતું કે, સીએમ માટે બે સરકારી ગાડીઓ ઉપયોગમાં લેવાય છે અને બંનેનું રજિસ્ટ્રેશન 2014માં ગાંધીનગર એઆરટીઓમાં થયેલું છે અને તેની વેલિડિટી 15 વર્ષની છે.

રુપાણીની ગાડીનો વીમો ન હોવા અંગે ફળદુએ કહ્યું હતું કે, સીએમના બંને વાહનોનો વીમો ઉતરાવાયેલો જ છે અને તે 31 ડિસેમ્બર 2019 સુધી માન્ય છે. તેમના વાહનોનો વીમો નથી લેવાયો તેવા દાવા સાવ પાયાવિહોણા છે. તેમણે કહ્યું હતું કે, સીએમના કાફલામાં જેટલા પણ વાહનો છે તે તમામનું પીયુસી પણ 30 સપ્ટેમ્બર 2019 સુધી માન્ય જ છે.

રુપાણી માટે બે સરકારી ગાડીઓ ઉપયોગમાં લેવાય છે જેમના રજિસ્ટ્રેશન નંબર અનુક્રમે GJ-18-G-9085 અને GJ-18-G-9086 છે. ફળદુએ કહ્યું હતું કે, સલામતીના કારણોસર સીએમના વાહનોની કેટલીક વિગતો જાહેર ન કરી શકાય પરંતુ તેના વીમા કે પીયુસી ન હોવા અંગે જે દાવા કરવામાં આવી રહ્યા તે સાવ ખોટા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page