Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઆવું તો ખાલી ગુજરાતી જ કરી શકે, એક વાર વાંચીને તમે પણ...

આવું તો ખાલી ગુજરાતી જ કરી શકે, એક વાર વાંચીને તમે પણ આ જ બોલી ઉઠશો, બોલો લાગી શરત?

વડોદરાઃ ગુજરાતીઓની વાત એકદમ ન્યારી હોય છે. હાલમા જ એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને ગુજરાતી તરીકે તમને ગર્વ થશે. ગુજરાતી બિઝનેસમેનનો દીકરો કરોડો રૂપિયાનો તેલનો બિઝનેસ છોડીને પોતાની કમાણી ક્ષમતા સાબિત કરવા માટે ઘરમાંથી નીકળી ગયો હતો. આ વાતની જાણ થઈ ત્યારે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાની કંપનીમાં ઈન્ટર્નશિપની ઓફર કરી છે. થોડાં સમય પહેલાં આ યુવક સિમલાની હોટલમાં વાસણ ધોતો જોવા મળ્યો હતો.
શું કહ્યું આનંદ મહિન્દ્રાએ?: આ યુવકનું નામ દ્વારકેશ ઠક્કર છે. દ્વારકેશના સમાચાર ન્યૂઝ પેપરમાં આવ્યા હતાં અને ત્યારબાદ આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે તે આ યુવકના ચાહક બની ગયા છે. તે પોતાના દમ પર આગળ વધવા ઈચ્છે છે. ક્યારેક એમ લાગે છે કે તેણે પોતાની જીદમાં ઘર છોડ્યું છે પરંતુ ભવિષ્યમાં તે એક સફળ, આત્મનિર્ભર ઉદ્યોગપતિ બની શકે છે. તેને મહિન્દ્રા રાઈઝમાં ઈન્ટર્નશિપમાં ઓફર આપીને ખુશ છું.
1250 રૂ. લઈને દ્વારકેશ નીકળ્યો હતો: દ્વારકેશના પિતા રાકેશ ઠક્કરે કહ્યું હતું કે તેમના દીકરાનું એક જ સપનું હતુ કે તે પોતાના પ્રયાસોથી મોટો વ્યક્તિ બને. તેમને પોતાના દીકરાની ઈમાનદારી અંગે કહ્યું હતું કે દ્વારકેશ માત્ર 1250 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો હતો. તેણે 1070 રૂપિયાની ટિકિટ લીધી અને 20 રૂપિયાની પાણીની બોટલ લીધી હતી. બાકી વધેલા 160 રૂપિયા પરત કર્યાં હતાં. તેની પાસે કંઈ જ નહોતી. દ્વારકેશનું મહેનતી વલણ તથા વિપરિત પરિસ્થિતિમાં પોતાને બચાવી રાખવાની ક્ષમતા આ બાબત બતાવે છે.
દ્વારકેશે કહ્યું, મહિન્દ્રાની ઓફર મોટી તક: દ્વારકેશે મહિન્દ્રાની ઓફર પર હજી સુધી નિર્ણય લીધો નથી. આનંદ મહિન્દ્રાની ઓફર તેના માટે મોટી તક છે. જો આ કંપનીમાંથી કોઈએ તેનો સંપર્ક કર્યો તે તે આ અંગે વિચારશે.
દ્વારકેશની 23 દિવસની સફર: 14 ઓક્ટોબરઃ વડોદરાના પાદરાના કરોડપતિ તેલના બિઝનેસમન રાકેશનો દીકરો દ્વારકેશ પોતાની એન્જીનિયરિંગ કોલેજ માટે ઘરથી નીકળ્યો હતો. ત્યારબાદ પોતાને સાબિત કરવા માટે સિમલા જતો રહ્યો હતો 15 ઓક્ટોબરઃ પરિવારે પાદરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી 16 ઓક્ટોબરઃ પોલીસે તે રીક્ષા ડ્રાઈવરની શોધખોળ કરી, જેણે દ્વારકેશને અક્ષર ચોક ઉતાર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દ્વારકેશ વડોદરા રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. 16 ઓક્ટોબરઃ પોલીસે અંકલેશ્વર, સુરત, મુંબઈ તથા ગુજરાતના અન્ય શહેરમાં શોધખોળ કરી 17 ઓક્ટોબરઃ દ્વારકેશ દિલ્હીથી સિમલા ગયો. વડોદરાથી દિલ્હીની સફર ટ્રેનમાં કરી 4 નવેમ્બરઃ સિમલાના એક હોટલ મેનેજર પાસે નોકરી માગી. મેનેજરે શંકાના આધારે પોલીસને માહિતી આપી 4-5 નવેમ્બરઃ રાત્રે દ્રારકેશ રસ્તાની સાઈડ પર સૂતેલો પોલીસને મળી આવ્યો

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your imagination fly! ✨ Don’t just explore, experience the excitement! ? ? will thank you for this exciting journey through the worlds of awe! ✨

  2. I participated on this casino platform and managed a significant amount, but later, my mother fell ill, and I wanted to withdraw some funds from my casino account. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I implore for your help in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others do not experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page